BREAKING NEWS

જામનગરમાં અગ્નિની સાક્ષીએ ભક્તિ: પટેલ યુવક ગરબી મંડળનો સ્વસ્તિક મશાલ રાસ

  • October 13, 2026 12:46 PM 

જામનગરમાં અગ્નિની સાક્ષીએ ભક્તિ: પટેલ યુવક ગરબી મંડળનો સ્વસ્તિક મશાલ રાસ

​​​​​​​છોટીકાશી જામનગરમાં નવરાત્રિનાં આરંભ સાથે જ ગરબા મહોત્સવોનો પણ આરંભ થયો હતો. ઠેર ઠેર યોજાતી પરંપરાગત પ્રાચીન ગરબીઓ તથા અર્વાચીન ગરબા આયોજનોમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર પ્રથમ નોરતાનો નૃત્યોત્સવ ઉજવ્યો હતો. રણજીતનગરમાં યોજાતી પટેલ યુવક ગરબી મંડળની ગરબીમાં આગ સાથેનાં રાસનું આકર્ષણ છે.અહીં પ્રથમ નોરતે ખેલૈયાઓએ પરંપરાગત પોશાક સાથે સ્વસ્તિક મશાલ રાસ પ્રસ્તુત કરી દર્શકોને રોમાંચિત કરી દિધા હતાં. હિન્દુ સનાતન ધર્મમાં અગ્નિ એ દેવતા છે જેની સાક્ષીએ શુભકર્મો કરવામાં આવે છે અને સ્વસ્તિક એ શુભતાનું પ્રતિક છે ત્યારે સ્વસ્તિક મશાલ રાસ વડે અગ્નિની સાક્ષીએ ભક્તિ કરી તમામ લોકોનું શુભ થાય એવી ભાવના સાથે જનકલ્યાણનો સંદેશ સાર્થક કરવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રાચીન ગરબા નિહાળવા જામનગર ૭૯ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ચેરમેન ધીરેન મોનાણી, રાકેશ ડેર, અમરભાઇ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application