ધારાસભ્ય મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ નિદાન કેમ્પ, પોષણ કીટ વિતરણ અને રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ નિદાન કેમ્પ, પોષણ કીટ વિતરણ અને રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો
February 24, 2026 09:50 AM
સંકલ્પ ગ્રુપ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાડ ખાતે સંકલ્પ ગ્રુપ ભાણવડના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય મુળુભાઇ બેરાના સ્વ. માતૃ અમરીબેન હરદાસભાઈ બેરાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવા માટે ‘ત્રિવેણી સેવા’ કાર્યક્રમ યોજાયો હતો.
રક્તદાન કેમ્પમાં યુવાનો અને અગ્રણીઓ દ્વારા રક્તદાન. કુલ ૪૦ યુનિટ રક્ત એકત્ર થયેલ જે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે અર્પણ કરવામાં આવ્યું હતું.
આયુર્વેદિક નિદાન કેમ્પમાં ગ્રામજનોના સ્વાસ્થ્ય પરીક્ષણ અને નિઃશુલ્ક નિદાન કરાયું હતું ૧૧૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ૧૧ સગર્ભા બહેનોને જરૂરી પોષણક્ષમ કીટનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી હર્ષદભાઈ બેરા તથા સંદીપભાઈ બેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ ચાડેગ્રા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પૂનમ તેમજ ભાણવડ નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ, સંકલ્પ ગ્રુપના સભ્યો ભીમભાઇ કોડિયાતર, વિશાલભાઈ કનેરિયા, નિલેશભાઈ રાઠોડ અને હસમુખભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.