મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખંભાળિયા નજીક આવેલ ફેકટરીની મુલાકાત લઈ શ્રમિકો સાથે સંવાદ સાધ્યો
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખંભાળિયા નજીક આવેલ આર.એચ.આઈ. મેગ્નેસિટા ફેકટરીની મુલાકાત લીધી હતી. તેઓએ કંપનીની ઇન્ટ્રોડક્ટરી ડોક્યુમેન્ટરી નિહાળી હતી તેમજ સિનિયર મેનેજમેન્ટ સ્ટાફ પાસેથી યુનિટમાં થતા કાર્યની માહિતી મેળવી હતી અને કારીગરોને પી.એફ., સેફ્ટી, હેલ્થ, પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, વર્કર ઇન્સ્યોરન્સ વગેરેની વ્યવસ્થા દ્વારા શ્રમ નિયમોનું પાલન અને શ્રમિક કલ્યાણ સુનિશ્ચિત કરાતું હોવાની ખાતરી કરી હતી. આ મુલાકાતમાં સરકારી શ્રમ અધિકારી અને અન્ય સંલગ્ન અધિકારીઓ જોડાયા હતા.
વધુમાં તેઓએ ફેક્ટરીમાં કાર્યરત વર્કર્સ સાથે સીધો સંવાદ સાધી ડેલી વેજ, રજાઓ, સ્વાસ્થ્ય સંભાળ અંગે જરૂરી વાતચીત કરી હતી. વધુમાં ડિસ્પેન્સરીની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે, ૧૯૮૦ના દશકમાં સ્થપાયેલ અને તે સમયે દાલમિયા ફેક્ટરી તરીકે ઓળખાતી આ યુનિટ હાલ આર.એચ.આઈ. મેગ્નેસટા રિફ્રેક્ટરીઝ લિમિટેડ કંપનીના બોકસાઈટ આધારિત પ્રોડક્ટ્સ બનાવતા મેગા યુનિટ તરીકે અહીં કાર્યરત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application