BREAKING NEWS

જામનગર જિલ્લામાં ૩૦ સપ્ટેમ્બર સુધી ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરાવવા ખેડૂતોને અપીલ

  • September 11, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ૩૦ સપ્ટેમ્બર સુધી ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરાવવા ખેડૂતોને અપીલ

જામનગર તા.૧૧ સપ્ટેમ્બર, ભારત સરકારે ડીજીટલ એગ્રીકલ્ચરના ભાગ રૂપે સમગ્ર રાજયમાં એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪-૨૫થી અમલમાં મુકેલ છે. જે અન્વયે ચાલુ ખરીફ–૨૦૨૬ સિઝનમાં જામનગર જિલ્લામાં જમીનના દરેક ખાતા નંબર તથા સર્વે નંબરમાં વાવેતર થયેલ તમામ પાકોના વાવેતર વિસ્તારની ચોક્કસાઈ પૂર્વક નોંધણી કરવા સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશન દ્વારા GT ફોટો સાથે ડીજીટલ ક્રોપ સર્વેની કામગીરી શરુ થઇ ગઈ છે.

હાલ જામનગર જિલ્લાના દરેક ગામોમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે તથા આગામી તા. ૩૦.૦૯.૨૦૨૬ નાં રોજ સર્વેની કામગીરી પૂર્ણ થશે. માટે જિલ્લાના તમામ ખેડૂતોએ ડીજીટલ ક્રોપ સર્વેની કામગીરી માટે ગામના સ્થાનિક VCE કે અન્ય સર્વેયર આપના સર્વે નંબર પર સર્વે કરવા માટે આવે ત્યારે જરૂરી સહકાર આપી પોતાના દરેક સર્વે નંબરોમાં  સર્વે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ફાર્મર રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવેલ ખેડૂતો ડીજીટલ ક્રોપ સર્વે-ગુજરાત એપ્લીકેશન મારફત જાતે પણ પોતાના સર્વે નંબરો પર આ કામગીરી કરી શકે છે. આ વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા તથા સમયમર્યાદામાં ડીજીટલ ક્રોપ સર્વે પૂર્ણ કરવા જિલ્લાના તમામ ખેડૂતોને નાયબ ખેતી નિયામકશ્રી, જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application