BREAKING NEWS

જામ્યુકોની કચરાની ગાડી રસ્તા પર ઊભી રાખી ડ્રાઇવર ઉંઘી ગયો..!

  • August 06, 2026 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની કચરાની ગાડી રસ્તા પર ઊભી રાખી ડ્રાઇવર ઉંઘી ગયો..! 

ચાલક નશાની હાલતમાં હતો કે કેમ ? તે તપાસનો વિષય

બે કલાક સુધી વાહન રસ્તા પર પડી રહ્યાની ફરિયાદ 

જામનગરમાંં મહાનગરપાલિકાનો કચરા સંગ્રહ કરતી ગાડીના ડ્રાઇવરની બેદરકારી સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના ડી.કે.વી. સર્કલ વિસ્તારમાં ડ્રાઇવરે કચરાની ગાડી રસ્તા પર જ ઊભી રાખી દીધી હતી અને ત્યારબાદ તે ઊંઘી ગયો હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી છે. ડ્રાઇવરે કોઈ પ્રકારનો નશો કર્યો હતો કે કેમ, તે તપાસનો વિષય બન્યો છે.

આ વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ કચરાની ગાડી આશરે બે કલાક સુધી ત્યાં જ ઊભી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ ઘટનાનો ફોટો અને વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં મૂકતા તે ઝડપથી વાયરલ થયો હતો.આ ઘટનામાં કોઈ અકસ્માત સર્જાયો ન હતોે. પરંતુ જાહેર માર્ગ પર ફરજ દરમિયાન આ પ્રકારની બેદરકારી સામે આવતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો ડ્રાઇવર ખરેખર નશાની હાલતમાં હતો તો તેની તબીબી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો ફરજમાં બેદરકારી દાખવી હોય તો મહાનગરપાલિકા દ્વારા પણ તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application