ધ્રોલમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા ઊભેલી કારના ચાલક પર હુમલો
બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
જામનગર જિલ્લાના ધ્રોલમાં ૧૦૮ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાની કાર સાઈડમાં ઊભી રાખનાર યુવાન પર બે શખ્સોએ હુમલો કરી માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી, મેઈન રોડ ગાંધી ચોક પાસેથી રોંગ સાઈડમાં એક્ટિવા (GJ-10-EJ-7000) પર આવેલા મયલા ભીખા વરુ નામના શખ્સે કાર પાસે આવીને ગાળાગાળી કરી હતી, મયલા વરુએ કારની બારીમાંથી અબ્બાસભાઈનો કાંઠલો પકડીને રસ્તા પર પડેલો પથ્થર માથાના ભાગે મારી દીધો હતો.
સીદા ભીખા વરુ ત્યાં ઘસી આવ્યો હતો અને અબ્બાસભાઈનું ગળું પકડીને "મારા ભાઈ વિશે પોલીસ ફરિયાદ કરીશ તો મજા નહીં આવે" તેવી ધમકી આપી હતી. મયલા ભીખા વરુ અને સીદા ભીખા વરુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી.