BREAKING NEWS

પોલીસ એકશન મોડમાં: કોમ્બિંગ નાઈટમાં છરી સાથે ૧૧ અને ૨૦ નશાખોરને દબોચ્યા

  • January 19, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દીનપ્રતિદિન કથળી રહી છે. તાજેતરમાં પોલીસ સ્ટેશન સામે લુખ્ખા તત્વોએ સોડા- બોટલના ઘા કર્યા હતાં. ત્યારે શહેર પોલીસે એકશન મોડમાં આવી ગઇ છે. જેના ભાગરૂપે ગઇકાલે પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે છરી સાથે ૧૧ શખસોને અને પીધેલી હાલતમાં ૨૦ શખસોને ઝડપી લીધા હતાં.


ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાના પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગઇકાલે કોમ્બિંગ નાઈટ દરમિયાન ૧૧ શખસોને છરી સાથે અને ૨૦ શખસોને પીધેલી હાલતમાં દબોચી લીધા હતા. જેમાં થોરાળા પોલીસે છરી સાથે ભાવનગર રોડ મયુર નગર મફતિયાપરા મેન રોડ પરથી ધર્મેશ જગદીશભાઈ જંજવાડીયા(રહે જુના મોરબી રોડ), એ ડિવિઝન પોલીસે જુબેલી ચોકમાં મયુર તુલસીદાસ સંચાણિયા (રહે મોટી ટાંકી ચોક રાજશ્રી એપાર્ટમેન્ટ), રામનાથ પરા મંદિર પાસે જાહેરમાંથી નિલેશ ભરતભાઈ પરમાર (રહે ચુનારવાડ કુબલીયાપરા), રામનાથ મહાદેવ મંદિર સામે પાર્કિંગમાં રોડ પરથી વસીમ દિલાવરભાઈ કુરેશી(રહે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી દૂધસાગર રોડ), માલવિયાનગર પોલીસે લક્ષ્મીનગર નાલા પાસેથી ભાવેશ ગણપતભાઈ મકવાણા (રહે ચામુંડા નગર નાનામાંવા રોડ) અને મવડી પ્લોટ નવલનગર શેરી નંબર ૧૮, વાછરા દાદાના મંદિર પાસેથી મીત સુધીરભાઈ રાજ્યગુરુ (રહે નવલ નગર), રાજકોટ તાલુકા પોલીસે પુનિત મટુકી હોલવાળો ૮૦ ફુટ રોડ, સર્વોદય સ્કૂલ પાસે જાહેરમાંથી મનોજ પ્રેમભાઈ સોની (રહે ગુરુજીનગર સયાજી હોટલ નજીક) અને મવડી કણકોટ રોડ, વિઠ્ઠલભાઈ રાદડિયા ચોક પાસેથી દયાસાગર બલભદ્ર તાંડી(રહે ઠાકરધણી હોટલ પાછળ, મોટામાવા ગામ), ગાંધીગ્રામ પોલીસે બ્રહ્મ સમાજ ચોક પાસેથી રોહન મનસુખભાઈ પોકિયા (રહે બ્રહ્મ સમાજ ચોક,નૂરાનીપરા), પ્રદ્યુમનનગર પોલીસે જામનગર રોડ હોસ્પિટલના ગેટ સામે સાવન અશોકભાઈ સોવસીયા(રહે રબારી વિસ્તાર), બી ડિવિઝન પોલીસે ભાવનગર રોડ પાંજરાપોળના પુલ પાસેથી કિરણ બટુકભાઈ પરમાર (રહે કુબલીયા પરા) ને ઝડપી લીધા હતાં.


પોલીસની કોમ્બિંગ નાઇટ દરમિયાન નશો કરી નીકળેલા ૨૦ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતાં. જેમાં બી ડિવિઝન પોલીસે જુના મોરબી રોડ સીટી સ્ટેશન પાસે જાહેર રોડ પરથી દિનેશ નાથાભાઈ ચાવડા(રહે નંદનવન સોસાયટી ભગવતી પરા), કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર ટ્રાન્સપોર્ટનગરમાંથી વિજય રૂખડભાઈ મુંધવા (રહે મોરબી રોડ) અને વજુ સગરામભાઇ ધોરીયા(રહે સોખડા ગામ), એ ડિવિઝન પોલીસે હેમુ ગઢવી હોલ ની પાસે આવેલ શેરીમાંથી જતીન ધીરુભાઈ જોશી (રહે કોઠારીયા રોડ), માલવિયાનગર પોલીસે કે કેવી હોલ પાછળ આવેલ મફતિયાપરા રોડ પરથી યશપાલગીરી રમેશ ગીરી ગોસ્વામી (રહે શ્યામનગર), રાજકોટ તાલુકા પોલીસે વાવડી ગામ મેઈન રોડ જય ભારત સ્કૂલ પાસે રોડ પરથી ગણેશ શંકરભાઈ મકવાણા(રહે વાવડી ગૌતમ બુદ્ધ નગર) અને નવા ૧૫૦ ફોટો રીંગ રોડ કોકોનટ પાર્ટી પ્લોટની બાજુમાંથી ગણપત પીતાંબરભાઈ રાઠોડ (રહે સીતાજી ટાઉનશીપ સ્પીડવેલ બાજુમાં), ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે, છોટુનગર તરફ જવાના રસ્તેથી અનિલકુમાર મહાદેવ રાજભર(રહે હનુમાન મઢી શિવપરા) અને રૈયા રોડ આઝાદ ચોક પાસે જાહેર રોડ પરથી અસરફ રફિકભાઈ શેખ (રહે વૈશાલીપરા), યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલ પાસેથી નેમચંદ જેનારામ સામરીયા(રહે યુનિવર્સિટી કેમ્પસ) અને રૈયાધાર શાંતિનગરના ગેટ પાસેથી મિહિર હરસુખભાઈ પંડ્યા (રહે સ્વપ્નલોક રેસીડેન્સી રામાપીર ચોકડી), પ્રદ્યુમનનગર પોલીસે કીટીપરા પ્રાથમિક શાળા પાસેથી ધર્મેશ વિનોદરાય વ્યાસ (રહે રેલનગર) અને રેલનગર તથ્ય બંગ્લોઝ પાસેથી ત્રણ શખસોને જેમાં કલ્પેશ મધુભાઈ શર્મા(રહે મહર્ષિ દયાનંદ ટાઉનશીપ), ભરત રાજેશભાઈ સોલંકી (રહે ગોપાલ રેસીડેન્સી રેલનગર), હરિત ભારદ્વાજભાઈ શાસ્ત્રી(રહે અમૃત રેસીડેન્સી રેલનગર), થોરાળા પોલીસે મધુરમ ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર ૪ માંથી મહેન્દ્ર બહાદુરભાઈ ધાંધલ(રહે પુજારા પ્લોટ) અને વિહાર જગદીશભાઈ અંકલેશ્વરીયા(રહે સતનામ પાર્ક), એ ડિવિઝન પોલીસે વિરાણી ચોક પાસે આવેલ આદર્શ હાર્ડવેર નામની દુકાન સામેથી જય રવજીભાઈ ખુંટ (રહે માવડી પ્લોટ માયાની ચોક) અને સુરેશ જશવંતરાય અજમેરા (રહે યાજ્ઞિક રોડ), યુનિવર્સિટી પોલીસે રૈયાધાર શાંતિનગરના ગેઈટ સામેથી કીર્તિ નવરંગભાઇ જોશી(રહે ધરમનગર) નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application