BREAKING NEWS

જામજોધપુરના કલ્યાણપુર ગામમાં ચૂંટણીમાં પ્રી-સાઇડીંગ ઓફીસરને નશામાં ધૂત શખ્સે ગાળો ભાંડી માર માર્યો...!

  • May 02, 2026 02:20 PM 

જામજોધપુરના કલ્યાણપુર ગામમાં ચૂંટણીમાં પ્રી-સાઇડીંગ ઓફીસરને નશામાં ધૂત શખ્સે ગાળો ભાંડી માર માર્યો...!


જામજોધપુરના કલ્યાણપુર ગામમાં ચૂંટણીમાં પ્રીસાઇડીંગ ઓફીસરને નશામાં ધૂત શખ્સે ગાળો ભાંડી માર માર્યાની ઘટનાના વિરોધમાં પ્રાથમિક શૈક્ષીક મહાસંધે મામલતદારને આવેદન પાઠવ્યું છે. આટલું જ નહીં શિક્ષક કર્મચારીના હીતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં ફરજથી દૂરની ચિમકી ઉચ્ચારી છે.

જામજોધપુર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર તાજેતરમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકાના કલ્યાણપુર ગામમાં ફરજ પરના પ્રીસાઇડીંગ ઓફીસર ભાલારાનેસ પ્રાથમિક શાળાના શિક્ષક વજશીભાઇ આંબલીયા સાથે ત્યાંના એક નશામાં ધૂત શખ્સે ગાળો ભાંડી માર મારી ચૂંટણી ફરજમા ‚કાવટ કરી હતી. આ ઘટનાને મહાસંઘ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. પરંતુ એવું જાણવામાં  આવ્યું છે કે, આ શખ્સને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આથી જો આ ગંભીર બનાવમાં ચૂંટણીપંચ દ્વારા કર્મચારીના હીતમાં કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયની તમામ ચૂંટણીઓમાં તમામ કર્મચારીઓ ફરજથી દૂર રહેશે. આથી કર્મચારી સાથે અણછાજતું વર્તન કરનાર શખ્સને દાખલા‚પ સજા થાય તે માટે કાર્યવાહી કરવા માંગણી કરી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application