BREAKING NEWS

દ્વારકા: ખેલમહાકુંભ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વરવાળા પ્રાથમીક શાળાની બેવડી સિદ્ધિ

  • October 09, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ખેલમહાકુંભ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વરવાળા પ્રાથમીક શાળાની બેવડી સિદ્ધિ

વરવાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ તેમજ ક્લસ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાનદાર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલમહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની અંડર-૧૪ બોયઝ વોલીબોલ સ્પર્ધામાં શાળાની ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
​​​​​​​
આ સાથે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૬ અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ વિભાગ-૨માં હવાનું પ્રદૂષણ નિયંત્રક વિષય પર સ્માર્ટ વર્કિંગ મોડલ રજૂ કરી વિદ્યાર્થીઓએ તેમાં પણ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.
​​​​​​​
વિદ્યાર્થીઓની આ બેવડી સફળતા બદલ શાળાના ઉત્સાહી આચાર્યા રિમ્પલબેનની આગેવાનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ માર્ગદર્શક શિક્ષિકા મોવલીયા નિરૂપાબેન, નંદાણીયા કૃપાલીબેન તથા યોગ-સ્પોર્ટ્સ કોચ મેર વિપુલભાઈ સહિત સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શાળાની શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સફળતા તરીકે બિરદાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application