BREAKING NEWS

જામનગર શહેરમાં ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

  • July 22, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

એસઓજી શાખાએ ૭૯,૫૦૦ની કિંમતના ૨૬૫ પેકેટ જપ્ત કર્યા

જામનગર શહેરમાં અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ સાબળે બીડીનું વેચાણ કરી ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી ૭૯,૫૦૦ની કિંમતના ડુપ્લીકેટ બીડીના ૨૬૫ પેકેટ જપ્ત કર્યા છે.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ.એમ. ઝેર, પીએસઆઇ ખેરની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, વિજયભાઈ કારેણ અને જયેશભાઈ પઢેરીયાને બાતમી મળી હતી કે અમિત મહેશભાઈ વશિયર અને અફઝલ અબ્દુલ કુરેશી  નામના બંને શખ્સો અફઝલના રહેણાંક મકાન પાસે ડુપ્લીકેટ સાબળે બીડીનું વેચાણ કરી રહ્યા છે. 

જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સાબળે બીડી કંપનીના મેનેજર ઘનશ્યામભાઈ ત્રિભુવનદાસ પોબારૂને સાથે રાખી દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સસ્તી અને હલકી ગુણવત્તાની નકલી બીડીઓને અસલી કંપનીના પેકિંગમાં વેચવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ રિટેઇલરો, ડિસ્ટ્રિબ્યુટરો, પાન-મસાલાની દુકાનના સંચાલકો તથા ગ્રાહકોને અસલી બીડી હોવાનું જણાવી ડુપ્લીકેટ માલ વેચીને છેતરપિંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસે જડેશ્વર પાર્ક, શેરી નંબર-૩માં રહેતા અમિત મહેશભાઈ વશિયર અને પટ્ટણી વાડના ગુજરાતી વાડ વિસ્તારમાં રહેતા અફઝલ અબ્દુલભાઈ કુરેશીની ધરપકડ કરી છે.બંને આરોપીઓ સામે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૪૫(૩), ૩૪૭(૧), ૩૪૯, ૫૪ તથા કોપીરાઇટ એક્ટની કલમ ૬૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application