કોલકતાની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જામનગરમાં: બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવ
કોલકતાની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જામનગરમાં: બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવ
October 22, 2026 12:05 PM
કોલકતાની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જામનગરમાં: બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવ
જામનગરમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે મહોત્સવના અંતિમ દિવસે માતા દુર્ગાની વિસર્જન યાત્રા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બંગાળી સંસ્કૃતિના પ્રખ્યાત ધુનુચી નૃત્યની સ્પર્ધા મુખ્ય આકર્ષણ બની હતી. કલકત્તાની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જામનગરમાં જોવા મળી હતી. બંગાળી સમાજના લોકો દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો આ દુર્ગા પૂજા મહોત્સવ જામનગરમાં જ જાણે કલકત્તાની યાદ અપાવતો હોય તેવો માહોલ સર્જાયો હતો.