BREAKING NEWS

જામનગરમાં આજે દશેરાની ઉજવણી: નવલા નોરતાની પૂર્ણાહુતિ

  • October 20, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જામનગરમાં આજે દશેરાની ઉજવણી: નવલા નોરતાની પૂર્ણાહુતિ


જામનગરમાં આજે અસત્ય પર સત્યના પર્વ વિજયાદશમીની શ્રઘ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે મા આધશકિતની ભકિતના પર્વ નવરાત્રિની પૂર્ણાહુતી થઇ છે. માતાજીના મંદીરોમાં ભાવીકોએ શીશ ઝૂકાવી પુણ્યનું ભાથું બાઘ્યું હતું. આ પ્રસંગે પરંપરાગત શસ્ત્ર૫ૂજન પણ કરવામાં આવ્યું હતું. દશેરાના પર્વ પર શહેરીજનોએ ફાફડા અને જલેબીની મોજ માણી હતી. આટલું જ નહીં મોટી સંખ્યામાં વાહનો અને ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદી કરી હતી.શહેરમાં ઘણાં સ્થળો પર નવા સોપાનો પણ પ્રારંભ થયો છે. 


જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતાની ભાવભેર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભકતોએ ઉપવાસ,એકટાણા સહીતના વ્રત કરી માં આધશકિતની આરધના કરી હતી. આજે વિજયાદશમીના પર્વ સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ થઇ હતી. સવારથી જ  શહેરના પ્રાચીન માતાજીના મંદીરોમાં દર્શનાર્થે ભાવીકોની ભીડ જોવા મળી હતી. દશેરાના શહેરમાં રાજપૂત સમાજ, પોલીસ અને રઘુવંશી સમાજ  દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. શહેરમાં મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબીની ખરીદી માટે લોકો ઉમટી પડયા હતાં. વિજયાદશમીના મોડી સાંજે પ્રદર્શન મેદાનમાં પરંપરાગત રાવણદહન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે. વસંતપંચમીની જેમ દશેરાના દીવસે પણ વણજોયું મુર્હત હોય મોટી સંખ્યામાં લોકોએ નવા વાહન અને ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદી કરી હતી. આટલું જ નહીં શહેરમાં ઘણાં સ્થળો પર નવા સોપાનનો પ્રારંભ થયો છે. દશેરાના લોકોએ એકબીજાના મોં મીઠા કરાવી પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી. વિજયાદશમીની સાથે પરંપરાગત પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવની પણ પૂર્ણાહુતિ થઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્વ રહી હતી. જયારે અર્બન રાસોત્સવમાં ખૈલેયાઓએ મોજ માણી હતી. 


જામનગરમાં આજે પ્રદર્શન મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે જેના માટે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ કદના પુતળા ગઇરાતથી જ ઉભા કરી દેવામાં આવ્યા છે, આજે સાંજે સિંધી સમાજ તરફથી રામ સવારી સરઘસ ‚પે પહોંચ્યા બાદ આગેવાનોની ઉપસ્થિતિમાં રાવણનું દહન કરવામાં આવશે અત્રે નોંધનીય છે કે પ્રતિ વર્ષ રાવણ દહન કરવા માટે ખુંબ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે, છેલ્લા ૬૬ વર્ષોથી દર દશેરાએ રામ-રાવણની સેનાનું સરઘસ નાનકપુરીથી યોજવામાં આવે છે. સાંજે ૫ વાગ્યા જયશ્રી રામના નાદ  સાથે સરઘસ પ્રસ્થાન કરશે જે પવનચક્કી, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, માંડવી ટાવર, બર્ધન ચોક, ચાંદી બજારથી રણજીતરોડ, બેડી ગેઈટ થઈને પ્રદર્શન મેદાન ખાતે પહોંચશે જ્યાં રામ અને રાવણની સેનાનું યુધ્ધ થાય છે. ત્યાર બાદ ફટાકડા ભરેલા રાવણ, મેઘનાદ, કુંભકર્ણના પુતળાના વિશાળ કદના પુતળાઓના દહન કાર્યક્રમ યોજાય છે.​​​​​​​
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application