BREAKING NEWS

દેવભૂમિ દ્વારકાના લાંબા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ, આરોગ્ય તંત્ર દ્વારા ડસ્ટિંગ-સર્વેલન્સ શરૂ

  • July 22, 2026 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાના લાંબા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ, આરોગ્ય તંત્ર દ્વારા ડસ્ટિંગ-સર્વેલન્સ શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરી કરતા કુટુંબના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ચાંદીપુરા વાયરસ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

​​​​​​​બાળકના રહેણાક વિસ્તાર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. સ્થાનિક લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application