BREAKING NEWS

ખંભાળીયા: જામ દેવળીયા ગામના પ્રોહી. બુટલેગર વિરૂધ્ધ પાસા

  • May 28, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: જામ દેવળીયા ગામના પ્રોહી. બુટલેગર વિરૂધ્ધ પાસા

દ્વારકા એલસીબી દ્વારા શખ્સની અટક કરી પાલનપુર જેલમાં ધકેલ્યો

કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા ગામના પ્રોહી બુટલેગર સામે પોલીસ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામીને પાલનપુર જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર અસામાજીક તત્વો, માથાભારે ઇસમો તેમજ દારૂ-જુગારના બુટલેગરો અને ક્રુર વ્યક્તિઓ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સબબ કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષીને સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચના મુજબ પો. સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી નાઓએ જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રિત કરી નીચે જણાવેલ પ્રોહી બુટલેગરની પાસા દરખાસ્ત વિધિવત રીતે તૈયાર કરી મોકલી આપવામાં આવેલ.

જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્નાએ સમાજમાં ચાલી રહેલ દુષણરૂપી દારૂની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તેમજ સમાજના લોકો મુકતરીતે શાંતિમય વાતાવરણમાં પોતાનુ જીવન જીવી શકે તે પ્રકારનો હકારાત્મક અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ ઇસમની પાસા દરખાસ્તના કાગળોનો ઉંડાણપુર્વક અભ્યાસ-અવલોકન કરી પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી જામદેવળીયા ગામના વેજા રામદે માડમને રાઉન્ડ અપ કરી પાસા એકટ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટની બજવણી કરી  ઇસમને પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રશાસન દ્વારા સખ્તાઇ ભરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News