દેવભૂમિ દ્વારકા: બેફામ તુફાન ગાડી ચલાવનારને દ્વારકા ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ થયો હતો, જેમાં એક તુફાન વાહનના ઉપરના ભાગે જોખમી રીતે માલસામાન તેમજ માણસોને બેસાડીને જાહેર રોડ પર માનવીય જિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવામાં આવી રહ્યું હતું આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા જ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા આ બાબતે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા જેના પગલે ખંભાળીયા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજા તથા તેમની ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
પોલીસે ટેકનિકલ રિસોર્સિસ અને માધ્યમોનો ઉપયોગ કરીને સઘન શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ જોખમી રીતે વાહન ચલાવતા તુફાન ચાલકને વાહન સાથે ખંભાળીયા ખાતેથી ઝડપી પાડ્યો હતો ટ્રાફિક પોલીસે કાયદાનું ભાન કરાવતા આ તુફાન ગાડીને કબ્જે કરી ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application