BREAKING NEWS

જામનગર જિલ્લાના ફોર વ્હીલર(LMV) ધરાવતા માલિકો નવી સિરીઝના તમામ નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા અરજી કરી શકશે

  • August 06, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ફોર વ્હીલર(LMV) ધરાવતા માલિકો નવી સિરીઝના તમામ નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા અરજી કરી શકશે

જામનગર જિલ્લાના મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ફોર વ્હીલર (LMV) વાહનો માટેની GJ-10-EM નવી સીરીઝના તમામ નંબર માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. 

​​​​​​​જેમાં ઓનલાઈન અરજી કરવા માટે આગામી તા.૧૧/૦૮/૨૦૨૬ થી ૧૮/૦૮/૨૦૨૬ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓક્શન બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૮/૦૮/૨૦૨૬ થી ૨૦/૦૮/૨૦૨૬ બપોરે ૪:૦૦ કલાક સુધી અને ઈ-ઓક્શનનું પરિણામ તા. ૨૦/૦૮/૨૦૨૬ બપોરે ૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ઈ-ઓક્શનમાં ભાગ લેનાર વાહન માલિકો સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN  વેબસાઈટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે.ત્યાર બાદ વેબ સાઇટ પર લોગીન કરી ને વાહન ખરીદી ના દિવસ-૭ ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પર થી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી ને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.

વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ (એક હજાર) નાં ગુણાંક માં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફીનું રિફંડ મળશે નહિ જેની નોંધ લેવી.ઓકશનમાં ભાગ લેનાર વાહન માલિકનાં તમામ દસ્તાવેજો ડીલર કક્ષાએ ખરાઈ કરી અપલોડ કરેલાં હોવા જોઈએ તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application