BREAKING NEWS

જામનગરમાં શિક્ષણ સમિતિની ચૂંટણી બીનહરીફ, ભાજપમાં અનેક મુરતિયાના સ્વપ્ન રોળાયા

  • September 24, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શિક્ષણ સમિતિની ચૂંટણી બીનહરીફ, ભાજપમાં અનેક મુરતિયાના સ્વપ્ન રોળાયા


જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાના દીવસે ૧૨ બેઠક માટે ફકત ૧૨ ફોર્મ ભરાતા ચૂંટણીમાં કોઇ હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરતા બીનહરીફ થતાં તમામ સસ્પેન્સનો અંત આવ્યો છે. જો કે, ભાજપમાં અનેક મુરતિયાના  શિક્ષણ સમિતિના સભ્ય અને ચેરેમેન બનવાના સ્વપ્ન અધૂરા રહ્યા છે. આટલું જ નહીં ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ પણ મહદઅંશે નકકી થઇ ચૂકયા હોય તેઓની ચૂંટણી પણ ઔપચારીક બની રહેશે.

જામનરગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી મહાનરપાલીકાની ચૂંટણીના પરિણામના ૪ મહીના બાદ પણ જાહેર ન થતાં અનેક સવાલની સાથે ભારે આશ્ર્ચર્ય સર્જાયું હતું. જો કે, રહી રહીને સફાળી જાગેલી મહાપાલીકાએ આખરે શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર કરી હતી. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ચૂંટાયેલા નગરસેવકોએ મતદાન કરવાનું હોય છે. ચાલુ વર્ષે મનપાની કુલ ૬૪ માંથી ૬૦ બેઠક ભાજપને મળી છે. આથી  શિસ્તબદ્ધ ભાજપમાં શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે અનેક મુરતિયાઓએ ચૂંટણી જાહેર થતાં જ લોબીંગ શ‚ કરી દીધું હતું.  આટલું જ નહીં ભાજપની સંકલનની બેઠકમાં સમિતિની ૧૨ બેઠક માટે અધધ ૧૦૦થી વધુ દાવેદારોએ દાવેદારી કરી હતી. પરંતુ પ્રદેશમાંથી નવી ગાઇડલાઇન આવતા અમુક દાવેદારોની બાદબાકી એટલે કે પતા કપાયાની સ્થિતિ સર્જાઇ હતી. શિક્ષણ સમિતિની રચનામાં અંદરઅંદર બળાબળના પારખા વચ્ચે આખરે મેચ ફીકસની સ્થિતિ ફોર્મ ભરવાના દીવસે જોવા મળી હતી. કારણ કે, ફોર્મ ભરવાના દીવસે ૧૨ બેઠક માટે ૧૨ ફોર્મ ભરાયા હતાં.

જેમાં માધવીબેન રોશીયા, રિદ્ધિબેન ડાભી, હીરેનભાઇ તખ્તાણી, જયભાઇ કડીવાર, નરભેરામભાઇ ડાકા, દુષ્યંતભાઇ સોલંકી, નીતીનભાઇ સોલાણી, હેમલભાઇ ચોટાઇ, હરેશભાઇ નંદા, બકુલભાઇ ડાભી, ધારાબેન ભટ્ટ, રાહુલભાઇ મકવાણાનો સમાવેશ થાય છે. શિક્ષણ સમિતિમાં ૧૨ સભ્યોની જ નિમણુંક થતી હોય છે. બે સભ્ય સરકારમાંથી હોય છે. ગઇકાલે બપોરે ૩ વાગ્યા સુધી ફોર્મની સંખ્યા ૧૨ જ રહેતા શિક્ષણ સમિતિની ચૂંટણી બીનહરીફ થતાં ભાજપમાં અનેક મુરતિયાના સભ્ય અને
ચેરમેન​​​​​​​​​​​​​​ બનવાના સ્વપ્ન અધૂરા રહી ગયા છે. 

આટલું જ નહીં ચેરમેન પદ માટે પણ ઘણી હોડ જામી હતી. પરંતુ ચેરેમન પદે શહેર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેનો હોદો ધરાવતા હેમલભાઇ ચોટાઇ અને વાઇસ ચેરમેન પદે ધારાબેન ભટ્ટનું નામ મહદઅંશે નિશ્ર્ચિત હોય બંને પદ માટેની ચૂંટણી પણ ઔપચારીક બની રહેવાની શકયતા નકારી શકાતી નથી. જો કે વાત ભાજપની છે એટલે શકયતા કહી શકાય. આવતીકાલે ફોર્મની ચકાસણીની ફોર્માલીટી થશે અને તા.૯ના રોજ મોક ચુંટણી જેવી ચુંટણી પ્રક્રિયા સંપન્ન થશે અને વિવિધત ચેરમેન પદના નામની જાહેરાત કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application