જામનગર: સાર્વદેશીક આર્ય પ્રતિનીધીની સભાની કારોબારીમાં જામનગરના સભ્યની વરણી
સાર્વદશિક આર્ય પ્રતિનિધિ સભા કે, જે આર્યસમાજ નું વિશ્વવ્યાપી અને વિશ્વના ૫૦ ઉપરાંત દેશોનું પ્રતિનિધિતુ ધરાવતું સર્વોચ્ચ સંગઠન છે. તેના કારોબારી સભ્ય તરીકે આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ જયંતિલાલ ઠક્કરની વરણી કરવામાં આવેલ છે. જે જામનગર માટે ગૌરવની વાત છે.
આ વરણી બદલ આર્યસમાજ જામનગરના પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો, સભાસદો, શ્રીમદ્ દયાનંદ ક્ધયા વિદ્યાલય ના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને સેવક ભાઈ - બહેનોએ આ નિમણૂંકને આવકારી શુભેચ્છા પાઠવી હતી.