જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાંથી એક દી’માં ૧૫ લાખની વીજચોરી ઝડપાઇ
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાંથી એક દી’માં ૧૫ લાખની વીજચોરી ઝડપાઇ
November 05, 2026 03:08 PM
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાંથી એક દી’માં ૧૫ લાખની વીજચોરી ઝડપાઇ
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં એક દીવસમાં ૧૫ લાખની વીજચોરી ઝડપાઇ હતી. વીજતંત્રની ૧૧ ટુકડીએ ૧૮૦ જોડાણ ચેક કર્યા હતાં. જે પૈકી ૨૬માં ગેરરીતિ ઝડપાઇ હતી. વીજલોસ ઘટાડવા વીજકંપની મથામણ કરી રહી છે છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાવરચોરીનું દૂષણ યથાવત છે.
જામનગરમાં ટી એન્ડ ડી લોસના પ્રમાણમાં જોઇએ તેવો ઘટાડો થયો નથી. જેનું મુખ્ય કારણ વીજચોરી છે. આ દૂષણને ડામવા વીજકંપની સમયાતંરે ચેકીંગ કરી કરોડોની પાવરચોરી પકડી પાડે છે. આમ છતાં વીજલોસ ઘટતો નથી જે એક તપાસનો વિષય છે. શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં ગઇકાલે વીજકંપનીની સ્થાનીક ૧૧ ટુકડીએ ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન કુલ ૧૮૦ વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી ૨૬ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા ા.૧૫ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં. વીજચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્તની સાથે ચેકીંગ કામગીરીનું વીડીયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું હતું.