તાપસી પન્નુએ પણ ખેલૈયાઓને જોમ જુસ્સો ચડાવ્યો: ટાઉનશીપ ખાતે નવરાત્રિ મહોત્સવમાં ચમકતા બોલીવુડના સિતારાઓ...
જામનગર ખાતે આવેલ રિલાયન્સ ટાઉનશીપમાં નવરાત્રિ મહોત્સવની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ હતી, પહેલા દિવસથી બોલીવુડના સિતારાઓનું આગમન થઇ રહ્યું છે, પહેલા દિવસે વરૂણ ધવને ટાઉનશીપ ધૂમ મચાવી હતી, તેમજ બીજા દિવસે સિઘ્ધાર્થ મલ્હોત્રા તેમજ તાપસી પન્નુએ લોકોને જોમ જુસ્સો ચડાવ્યો હતો, તદ્દઉપરાંત ગઇકાલે બોલીવુડની સુપર સ્ટાર મલાઇકા અરોરાએ નવરાત્રિના તેમજ બોલીવુડના સોંગ સાથે ધમાકેદાર પરર્ફોમન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તે સાથે નવરાત્રિના ગરબા માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારોનું પણ ટાઉનશીપમાં આગમન થયું હતું, જેમાં કીર્તીદાન ગઢવી, વનીતા પટેલ, નવીન ભાટી સહિતના ખ્યાતનામ ગરબા ગાયકો ઉપસ્થિત રહી લોકોને ઝુમાવ્યા હતા. તે સાથે આવનારા હજુ છ દિવસોમાં પણ વધુ બોલીવુડના સિતારાઓનું આગમન થશે.