BREAKING NEWS

જામનગર: દરેડ ગામમાં મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝબ્બે

  • July 15, 2026 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: દરેડ ગામમાં મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝબ્બે

૩૨ બોટલ, ૮૦ ચપટા જપ્ત : એક પકડાયો, એમપીનો સપ્લાયર ફરાર : દિ.પ્લોટમાં શરાબના ચપટા સાથે એકની અટકાયત

જામનગર નજીક દરેડમાં ૮૦ ખોલીની પાછળ આવેલ મકાને બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો અને એમપીના સપ્લાયરનું નામ ખુલ્યુ હતું. 

જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે દરેડ ગામમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને ખાનગી બાતમી મળતાં પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા નિર્મળસિંહ જાડેજા સહિતની ટીમે બે પંચોની હાજરીમાં દરેડ ગામની પટેલ શેરી નજીક, ૧૦૦ ખોલીની પાછળ આવેલા ખુલ્લા પ્લોટ પાસે રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજાના કબ્જાના મકાન પર રેઇડ કરી હતી.

દરોડા દરમિયાન મકાનના નીચે રૂમમાંથી ઇંગ્લીશ દારૂની ૩૨ બોટલ અને ૮૦ ચપટા મળી ૫૫૨૦૦નો મુદામાલ મળી આવ્યો હતો દરમ્યાનમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજાની અટક કરી પુછપરછ કરતા આરોપીએ આ દારૂ મધ્યપ્રદેશના દિલીપભાઈ બામણિયા નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ માહિતીના આધારે દારૂ સપ્લાય કરનાર વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​
આ ઉપરાંત શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૨માં રહેતા ધવલ જતીનભાઇ રાયચુરા નામના ઇસમને શરાબના બે ચપટા સાથે દિ.પ્લોટ ૪૫ રોડ પરથી પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application