જામનગર: ભલસાણની સીમમાંથી ઇંગ્લીશ દારૂની ૨૨૮ બોટલ ઝબ્બે
જામનગર તાબેના ભલસાણની સીમમાંથી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની ૨૨૮ બોટલ મળી ૧.૩૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે આરોપી નાશી ગયો હતો.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાંથી દારૂ જુગારની બદી નાબુદ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના યુવરાજસિંહ, મયુરસિંહ, હિતેન્દ્રસિંહને મળેલ બાતમી હકીકત આધારે શહેરના પુનીતનગર વિસ્તારમાં રહેતા સન્ની શંકર વર્માએ ભલસાણ ગામની પાતડા સીમ વિસ્તારમાં ઉતરેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૨૨૮ બોટલો કિ. ૧.૩૯.૩૯૦નો મુદામાલ કબ્જે કરીી આરોપી વિરુઘ્ધ પ્રોહીબીશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી, રેઇડ દરમ્યાન આરોપી સન્ની વર્મા હાજર મળી આવ્યો ન હતો જેને ફરાર જાહેર કર્યો હતો.