આ કામે ફરીયાદી એમ. ડી. દોશી અધિક્ષક જિલ્લા જેલ, જામનગર દ્વારા સીટી ’એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ હતી કે, જિલ્લા જેલ જામનગરમાં સાંજે જેલ બંધી બાદ જિલ્લા જેલના યાર્ડ નં. ૫ ની તમામ બેરકો તથા બહારના ખુલ્લા ભાગે દિવસપાળી ગાર્ડ તથા રાતપાળી ગાર્ડને જેલર, ભાખરીયા, જેલરશ્રી પરમાર તથા અધિક્ષક દોશીએ ઝડતી કરાવતા ઝડતી દરમ્યાન એક નંગ- ૧ મોબાઈલ ચાર્જર, રબ્બરની રીંગ ચડાવેલી પડીકી જે જોતા આઈડીયા કંપનીના મોબાઈલના સીમકાર્ડ હોવાનું માલુમ પડેલ તેમજ જીણવટભરી તપાસ કરતા એક નંગ - ૧ નોકીયા કંપનીનો મોબાઈલ મળી આવેલ જે અંગેની તપાસ કરતા જેલમાં મોબાઈલ ફોન લઈ જવાનો કે વપરાશનો પ્રતિબંધ હોવાનું ગુજરાત સરકારનું જાહેરનામું હોવા છતાં પ્રથમથી જ આરોપીઓએ કાવત્રુ રચી ગુજરી ગયેલ વ્યકિતના નામે આધારો કે જે કીમતી જામીનગીરીના દસ્તાવેજ કહેવાય તે ચૂંટણી કાર્ડ, રજુ કરી ખોટા દસ્તાવેજો બનાવી ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી બનાવટી સહીઓ કરી જાહેર રજીસ્ટરની ખોટી બનાવટ કરી ખોટી રીતે સીમકાર્ડ મેળવી અને મોબાઈલ કનેકશન ખોટી રીતે મેળવી આરોપીઓ કે જેઓ જામનગર જિલ્લા જેલમાં કેદી તરીકે હતા તેઓએ ઉપરોક્ત રીતે મેળવેલ જેલમાં પ્રતિબંધીત મોબાઈલ ફોન તથા સીમકાર્ડ મેળવી કબજો રાખી મોબાઈલ ફોન દ્વારા જેલમાંથી વાત ચીત કરી બેરેકના તમામ આરોપીઓએ કાવત્રુ રચેલ હોય, જેથી તમામ આરોપીઓ સામે જામનગર સીટી- ’એ’ ડીવીઝન પોલીસ માં જિલ્લા જેલ અધિક્ષક જાતે ફરીયાદી બની ઈ.પી.કો. કલમ તથા પ્રિઝમ એકટની કલમ મુજબ આરોપી સામે ફરીયાદ કરેલ અને તપાસના અંતે નામદાર કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવેલ.
કેસ ચાલવા પર આવતા આરોપીઓ પૈકી મ. ઈકબાલ અબ્દુલ લતીફ ખફી ના વકીલ દ્વારા વિગતવારના સાક્ષી સાહેદોને તપાસવામાં આવેલ અને કેસ દલીલ પર આવતા વિસ્તૃત દલીલ કરવામાં આવેલ જે તમામ રજુઆતો ધ્યાને લઈ કોર્ટે આરોપીને નિદોર્ષ મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ દિનેશભાઈ એમ. વિરાણી એસોસીએટસના મોહસીન કે. ગોરી રોકાયેલ હતા.