BREAKING NEWS

જામનગર: હરીપર મેવાસામાં ખેડુત આધેડને ફડાકા ઝીકયા

  • July 22, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હરીપર મેવાસામાં ખેડૂત આધેડને ફડાકા ઝીકયા

જુની અદાવતના કારણે માર મારીને ધમકી દીધી 

કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં જૂની અદાવતના કારણે એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

કાલાવડના હરીપર (મેવાસા) ગામના રહેવાસી અને ખેડૂત ઓસમાણભાઈ સાજનભાઈ મલેક (ઉં.વ.૫૫) તા. ૨૧ જુલાઈના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે પોતાના મોટરસાયકલ પર વાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની મસ્જિદ પાસે આરોપી દોસમામદભાઈ હાસમભાઈ હાલાણીએ તેમને રસ્તામાં અટકાવી જૂની અદાવત બાબતે બોલાચાલી કરી હતી.ફરિયાદ અનુસાર, આરોપીએ ફરિયાદીને બે-ત્રણ લાફા મારી ગાળો આપી હતી તેમજ ફરી મારી ખટપટ કરીશ તો હાથ-પગ ભાંગી નાખીશ અને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીનું ગળું પકડી તેમને મોટરસાયકલ પરથી નીચે પછાડી દીધા હતા.
​​​​​​​
આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) અને ૩૫૧(૩) હેઠળ દોસમામદ હાલાણી વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application