BREAKING NEWS

ભાડથરમાં ખેડૂતોની નારાજગી ભાજપને ભરખી ગઇ : ઇસુદાન

  • October 13, 2026 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાડથરમાં ખેડૂતોની નારાજગી ભાજપને ભરખી ગઇ : ઇસુદાન

આપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત ગોપાલ ઇટાલીયાએ ગામડાઓમાં કરેલો પ્રચાર સફળ થયો

ઓખા નગરપાલિકાની સાથોસાથ ભાડથર જિલ્લા પંચાયતની એક સીટ માટે ગત રવિવારે ચુંટણી યોજાઇ હતી, જેમાં ભાજપના માલતીબેન કંડોરીયા તથા આમ આદમી પાર્ટીના વીરાભાઇ કંડોરીયા વચ્ચે રસાકસી હતી આમ તો આ બેઠક પર ત્રિપાંખીયો જંગ હતો જેમાં આમ આદમી પાર્ટીના વીરાભાઇ કારાભાઇ કંડોરીયા વિજેતા થયા છે. 

ભાડથર જિલ્લા પંચાયતની સીટ પર આમ આદમીની જીત થતા પ્રદેશ પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવીએ આ જીતને ખેડુતોની, મજુરોની અને ભાગીયાઓની જીત ગણાવી હતી. ભાજપ પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે નાણા અને પોલીસનો દુરુપયોગની આ હાર થઇ છે. આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે અને પાણીની વ્યવસ્થા પુરી પાડો નહિંતર ૨૦૨૭માં ૫૪ લાખ ખેડુતો તમારા સુપડા સાફ કરી નાખશે આ જીતમાં વીરાભાઇ કંડોરીયા કે ઇશુદાનભાઇ ગઢવી તો માત્ર નિમિત છે. 

ભાડથર જિલ્લા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આલાભાઇ ફોગાભાઇ પીંડારીયા અને ભાજપના ઉમેદવાર માલતીબેન કંડોરીયા તેમજ આમઆદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વીરાભાઇ કંડોરીયા ઉભા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર આલાભાઇને ૫૨૧ મત, ભાજપના માલતીબેનને ૩૪૯૫ મત, અને આમ આદમી પાર્ટીના વીરાભાઇ કંડોરીયાને ૭૧૪૬ મત મળ્યા હતા જયારે નાટોમાં ૯૯ મત પડયા હતા. 

આજે દ્વારકા ખાતે યોજાયેલ મતગણતરીમાં ભાડથર બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરાભાઇ કારાભાઇ કંડોરીયા પ્રથમ રાઉન્ડથી જ આગળ હતા, અને પોતાની સરસાઇ અંતિમ રાઉન્ડ સુધી યથાવત રહી હતી અને છેલ્લે ૩૬૫૧ મતની જંગી લીડથી વિજેતા જાહેર થયા હતા. આ ભાડથર બેઠકમાં આમ આદમી પાર્ટીની જીત થતા ઇશુદાનભાઇ ગઢવી સહિતના હોદેદારો દ્વારા ઉમેદવાર વીરાભાઇને શુભેચ્છા પાઠવી મીઠા મોઢા કરાવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application