જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી બની રહ્યા છે સમૃદ્ધ
''બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ, કટિંગ અને અન્ય ખર્ચ નહિવત બન્યા છે.'' : ખેડૂત ભાવેશભાઈ નંદા
પ્રાકૃતિક આભૂષણોથી ભરપુર જામનગર જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ- જમીન અને ખોરાકને બચાવવા છે. આ વાતની પ્રતીતિ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ પુનઃ પ્રયાણ કરતા યુવા ખેડૂતોને જોઈને થઈ રહી છે. જામનગર તાલુકામાં આવેલ દડીયા ગામના ખેડૂત ભાવેશભાઈ નંદા પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. જેને પગલે આજે તેમને મબલક ઉત્પાદન મળે છે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. ભાવેશભાઈને બાગાયત વિભાગ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે. જેને પગલે તેમનો ખર્ચ ઘણો નહિવત બની ગયો છે.
ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 થી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરું છું. જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી છે. હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેચાણ કરું છું. જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હું વોટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શકયો છું. હાલમાં અમારો મુખ્ય પાક હળદર છે. અમે હળદરને પીસીને તેનો પાવડર બનાવીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ. હળદરનો પાવડર બનાવવા માટે હું પ્રોસેસિંગ પ્લાન્ટનો ઉપયોગ કરું છું.
ભાવેશભાઈએ ઉમેર્યું હતું કે, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જામનગરના સહયોગ થકી અમને હળદરના પ્રોસેસિંગ યુનિટ માટેની સહાય આપવામાં આવી છે. મને રુ. 94695 ની સહાય પ્રાપ્ત થઈ છે. સહાય મળવાના લીધે હળદરનું પ્રોસેસિંગ ખુબ સરળ બન્યું છે અને સમય, શ્રમ અને નાણાંની બચત થઈ છે.
આમ, જામનગર જિલ્લાના ખેડૂતો હવે એક ડગલું આગળ વધી રાસાયણિક ખાતરો- દવાઓના ઉપયોગથી દૂર થઈ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બાગાયત વિભાગના સહયોગ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને લાભાન્વિત બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech