જામનગર: જોડિયાના ભાદરા પાટીયા પાસે સાળા પર જીવલેણ હુમલો
બહેન-ભાણેજને બે-ત્રણ દિવસ રોકાવા દેવાનું સમજાવવા જતા ગુપ્તી-ધોકાથી હુમલો કર્યો : કોયલી ગામના બનેવી સહિત બે સામે ફરીયાદ
જોડીયા તાલુકાના ભાદરા પાટીયા સર્કલ પાસે સાળા પર ગુપ્તી અને ધોકા વડે જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજા પહોચાડયાની કોયલી ગામમાં રહેતા ઇજાગ્રસ્તના બનેવી સહિત બે સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, ફરીયાદી યુવાનને વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, સાતમ-આઠમના તહેવારમાં બહેન-ભાણેજને બે ત્રણ દિવસ રોકાવા દેવાનું બનેવીને સમજાવતા વિફરેલા શખ્સે હુમલો કરી દીધો હતો.
જોડિયાના ભાદરા ગામમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં રહેતા મજુરી કામ કરતા રાજેશ ખાનાભાઇ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવાન કારૂભાઇના સાળા થતા હોય અને ગઇકાલે બપોરના બેએક વાગ્યે આરોપી કારૂ પોતાની ઇકો ગાડી લઇને ફરીયાદીના બહેન કાન્તાબેન તથા તેના ભાણેજોને સાતમ આઠમ કરવા ફરીયાદીના ઘરે મુકી ગયા હતા, ત્યાર બાદ ફરીથી કાલે સાંજે ફરીયાદીના ઘરે કાન્તાબેન અને ભાણેજોને આરોપી પોતાની ઇકો કારમાં પાછા તેળવા માટે આવ્યો હતો.
આથી રાજેશભાઇએ તેમના બનેવી કારૂભાઇને કહયુ હતું કે બહેન કાન્તાબેન તથા ભાણેજને બે-ત્રણ દિવસ રોકાવા દેવાનું સમજાવવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ફરીયાદીને અપશબ્દો કહયા હતા, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, દરમ્યાન ગુપ્તીથી મારી નાખવાના ઇરાદે ફરીયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો ફરીયાદીને શરીરે ગુપ્તીનો ઘા ઝીંકી દેતા પડખામાં ગંભીર ઇજા થઇ હતી બંને હાથની આંગળીઓમાં અને છાતીના ભાગે છરકા જેવી ઇજા પહોચી હતી દરમ્યાનમાં આરોપી જગદીશે ધોકા વડે હુમલો કરી ફરીયાદીને કપાળના ભાગે ઇજા પહોચાડીને એક બીજાને મદદગારી કરી હતી.
આ બનાવ અંગે રાજેશભાઇ પરમાર દ્વારા જોડિયા પોલીસમાં મોરબીના કોયલી ગામના કારૂ માવજી રાણવા અને તેમના ભાઇ જગદીશ માવજી રાણવા આ બંનેની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ જે.પી. સોઢા તપાસ ચલાવી રહયા છે.
ઇજાગ્રસ્ત ફરીયાદી યુવાનને પ્રથમ જોડીયા ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અનુસંધાને ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application