સમાજના માલિકી ના મકાન ના સમયે ખાલી ના કરતાં પ્રમુખ પર હુમલા ની ઘટના
આ અંગે મળતી વિગતો મુજબ, આજરોજ ૦૧:૦૦ આસપાસ જામનગર શહેરના મકરાણી સમાજ ના કબ્રસ્તાનમાં મકરાણી સમાજ ના પ્રમુખ જાનમોહમદભાઇ બ્લોચ પર ૪ થી ૫ વ્યક્તિ દ્વારા ધોકા-પાઇપ વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યારબાદ, ત્યાં ના સ્થાનિક અગ્રણી દ્વારા ઇજાગ્રસ્ત જાનમોહમદ બ્લોચ ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે જી.જી.સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ ની જાણ તથા મકરાણી સમાજ ના અગ્રણીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
આ બનાવની જાણ તથા સિટી એ ડિવિઝન પોલીસ ની ટુકડી ઘટના સ્થળે અને જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઇ....