ખંભાળિયા : વ્હાલસોયી દીકરી બાદ પિતાનું પણ મૃત્યુ: ખંભાળીયાના કેશોદના આંબલીયા પરિવારમાં માતમ
ખંભાળિયા તાલુકાના લલિયા ગામના પાટિયા નજીક બે કાર વચ્ચે થયેલા અકસ્માતે કેશોદ ગામના આંબલીયા પરિવારને ક્યારેય ન ભૂલી શકાય તેવું દુ:ખ આપ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાવનાબેન રામદેભાઈ આંબલીયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દીકરીના મોતના આઘાતમાંથી પરિવારજનો બહાર આવે તે પહેલાં જ તેમના પિતા રામદેભાઈ આંબલીયાએ પણ અંતિમ શ્વાસ લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
અકસ્મતમાં ભાવનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ પિતા રામદેભાઈનું પણ મોત થતાં આંબલીયા પરિવાર ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
એક જ પરિવારના બે સભ્યોના મોતના સમાચારથી કેશોદ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વ્હાલસોયી દીકરીના મોત બાદ પિતાનું પણ અવસાન થતાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે.