BREAKING NEWS

જામનગર: મુંગણી ગામમાં પિતા-પુત્ર પર પાઇપથી પ્રહાર 

  • July 18, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મુંગણી ગામમાં પિતા-પુત્ર પર પાઇપથી પ્રહાર 

દુકાન ભાડે આપવા બાબતનો ખાર કારણભુત : એક સામે રાવ

જામનગર તાબેના મુંગણી ગામમાં દુકાન ભાડે આપવા બાબતના મનદુ:ખમાં અહી રહેતા શખ્સે ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે હુમલો કરી પિતા-પુત્રને મુંઢ ઇજા પહોચાડી હતી જે અંગે ગઇકાલે એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર નજીક મુંગણી ગામ ગાગવા રોડ ખાતે રહેતા વર્ષાબા મહિપતસિંહ કંચવા (ઉ.વ.૩૩) નામની મહિલાએ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાાં ગાગવા રોડ ખાતે રહેતા કિરીટસિંહ રણજીતસિંહ કંચવાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​
વિગત અનુસાર ફરીયાદીના પતિની ગાગવા ધારે દુકાન આવેલ હોય જે દુકાન બંધ હાલતમાં હોય અને કોઇને ભાડે આપવી હોય પરંતુ આરોપી કિરીટસિંહ કોઇને ભાડે આપવા દેતા ન હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના પતિ મહિપતસિંહને જેમતેમ અપશબ્દો કહયા હતા.

દરમ્યાન તા. ૧૪ના ફરીયાદીના ઘરની બહાર આરોપીએ લોખંડના પાઇપ વડે ફરીયાદીના પતિ તેમજ તેમના દિકરા જયવીરસિંહને શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી ફરીયાદ અનુસંધાને સિકકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application