જામનગર શહેરની એક સરકારી શાળામાં શિક્ષિકા અચાનક બેભાન થતા દોડધામ .!
જામનગરની એક સરકારી શાળામાં મહીલા શિક્ષક અચાનક બેભાન થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. આથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ કોઇ શિક્ષક સાથે ન જતાં અનેક સવાલ ઉઠ્યા છે. આટલું જ નહીં આ સરકારી શાળામાં મહીલા શિક્ષિકાઓ વચ્ચે ખટરાગ અને વિવાદો ચાલી રહ્યાની ચર્ચા પણ શિક્ષણજગતમાં જોરશોરથી થઇ રહી છે.
જામનગર શહેરની એક સરકારી પ્રાથમિક શાળામાં શનિવારે ચાલુ ફરજ દરમ્યાન એક મહિલા શિક્ષક અચાનક બેભાન થઈ ગયા હતાં. આથી શાળામાં દોડધામ મચી ગઇ હતી. આટલું જ નહીં બેભાન થઇ ઢળી પડેલા આ શિક્ષિકાને શાળાએથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા પડ્યા હતાં. પરંતુ તેણીની સાથે આ શાળાના સ્ટાફના કોઈ શિક્ષક સાથે ન જતાં અનેક સવાલ ઉઠ્યા છે. બેભાન થઇ ઢળી પડેલા મહીલા શિક્ષિકાને મધ્યાહન ભોજનના હેલ્પર હોસ્પિટલ લઇ ગયા હતાં. આટલું જ નહીં છેલ્લાં ઘણા સમયથી બેભાન થઇ ગયેલા મહીલા શિક્ષિકા અને આચાર્ય વચ્ચે શાળામાં માથાકૂટ સહીતના વિવાદો ચાલી રહ્યાની ચર્ચા પણ શિક્ષણજગતમાં જોરશોરથી થઇ રહી છે. નવાઇની વાત તો એ છે કે, મહીલા શિક્ષિકાએ થોડા દિવસ પહેલાં શાળાના એક વિદ્યાર્થીને ગુપ્ત ભાગ પર પાટુ માર્યાનું અને ખૂબજ અણછાજતું વર્તન કરતા હોવાની ચોંકાવનારી ચર્ચા પણ શિક્ષણ જગતમાં ચોમેર થઇ રહી છે.
મહીલા શિક્ષિકાના પતિ પણ અન્ય સરકારી શાળામાં ફરજ બજાવે છે. તેના વર્તન અને કાર્યપ્રણાલી સામે પણ સવાલો ઉઠી ચૂકયા છે. આમ છતાં શિક્ષણ તંત્ર કોઇ પગલાં ન લેતા આશ્ર્ચર્યની સાથે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉઠયા છે. થોડા દિવસ પહેલાં કોઈક કારણસર મહીલા શિક્ષિકાને શાળામાં આવતા કોઇ કારણોસર અટકાવામાં આવ્યાની ઘટના પણ બની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આટલા ગંભીર વિવાદો વચ્ચે શાળામાં શિક્ષણ કેવી રીતે અપાતું હશે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે.