BREAKING NEWS

જામનગર: મોટી ખાવડીમાં બે કારના ચાલક વચ્ચે થઇ મારામારી : તોડફોડ

  • June 30, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ​​​​​​​મોટી ખાવડીમાં બે કારના ચાલક વચ્ચે થઇ મારામારી : તોડફોડ

ટ્રાફિક વચ્ચે વાહનો કાઢવા મામલે બબાલ : અમો મામલતદાર છીએ, અમારૂ કઇં થશે નહીં તને વિખી નાખશું એ સહિતની ધમકી : સામ સામી ફરીયાદ



જામનગર નજીક મોટી ખાવડીના ગેઇટ પાસે ટ્રાફિકમાં વાહનો કાઢતી વેળાએ બોલાચાલી બાદ મામલો બિચકયો હતો, મારામારી અને તોડફોડ તેમજ ધમકી આપવામાં આવતા બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના રણજીતસાગર રોડ પટેલનગર ગોકુલદર્શન રેસીડેન્સી શેરી નં. ૩માં રહેતા નિરજ પ્રવિણભાઇ ભુવા (ઉ.વ.૩૬) દ્વારા ગઇકાલે મેઘપર પોલીસમાં ફોર્ચ્યુન કાર નં. જીજે૧૮ઇબી-૪૪૬૩ના ચાલક  તથા તેની સાથેના બે અજાણ્યા મળી ત્રણની સામે ફરીયાદ નોંધાવી હતી.

ગઇકાલે મોટી ખાવડી ગેઇટ પાસે આરોપીએ પોતાની ફોર્ચ્યુન કાર ફરીયાદીની સ્કોર્પીયો કાર નં. જીજે૧૦ટીવાય-૭૭૭૪ની ડાભી બાજુથી ગફલતરભરી રીતે ચલાવી બંને લેનના ટ્રાફિક તોડી વચ્ચે નાખતા હોય અને ફરીયાદી ટ્રાફિકના કારણે   ધીમી પડતા ફરીયાદી કાંચમાથી વચ્ચે જવા ઇશારો કરતા હોય અને ફરીયાદીની કાર આગળ પાછળ ચાલી શકે તેમ ન હોય જેથી ના પાડતા આરોપીએ પોતાની કારનો કાંચ ખોલી બોનેટ ઉપર જોર જોરથી બે-ત્રણ ઢીકકા માર્યા હતા.


ફરીયાદીએ તેને રોકતા અંદર બેઠેલા બે ઇસમો નીચે ઉતરીને બંનેએ સ્કોર્પીયો કારના બોનેટ ઉપર ઢીકા મારીને ઘોબા પાડી દીધા હતા તેમજ કાંચ અને સાઇડના મીરરમાં ધુંબા મારી નુકશાની કરેલ બંને ઇસમોએ ફરીયાદીને નીચે ઉતરવાનુ કહીને ધમકી આપેલ કે અમો મામલતદાર છીએ અમારૂ​​​​​​​ કંઇ થશે નહી તને વિખી નાખશુ તેમ કહી ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.

સામા પક્ષે ગાંધીનગર મહુંદ્રા ગામના વતની અને ખેતી કરતા જતીનકુમાર દશરથભાઇ પટેલ (ઉ.વ.૨૬)એ સ્કોર્પીયો કાર નં. જીજે૧૦ટીવાય-૭૭૭૪ના ચાલક સામે નોંધાવવામાં આવી હતી. 

ફરીયાદી ગાંધીનગરથી દ્વારકા દર્શન કરવા જતા હતા ત્યારે મોટી ખાવડી પાસે પહોચેલ ત્યાં ટ્રાફિક હોય અને સફેદ સ્કોર્પીયો કારના ચાલકે ફરીયાદીની ફોર્ચ્યુનની બાજુથી પોતાની કાર ગફલતભરી રીતે વચ્ચે નાખતા સાઇડમાં ખાડો હોય જેથી જઇ શકે તેમ ન હોય દરમ્યાન સાહેદ આશિષભાઇએ તેનો કાંચ ખોલી વચ્ચે ન આવવા માટે ઇશારો કરતા હોય તેમ છતા સ્કોર્પીયો કાર વચ્ચે આવતા અને ફોર્ચ્યુન સાથે ભટકાતા નુકશાની થઇ હતી આરોપી ચાલકે ગાળા ગાળી કરી હતી દરમ્યાન ફરીયાદી સમજાવવા જતા સ્કોર્પીયો ચાલકે તેનો કાંચ ચડાવતા ફરીયાદીને આંગળીઓમાં ઇજા થઇ હતી. ઉપરાંત ઢીકા મારતા થોડો કાંચ ખોલ્યો હતો આ વ ખતે ડ્રાઇવરે ધમકી આપેલ કે જામનગરની બહાર જઇ શકશો નહી દરમ્યાનમાં આખો મામલો મેઘપર પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો જયાં બંને પક્ષની ફરીયાદના અધાારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News