જામનગરના ખંભાળીયા ગેઇટ પાસે ખીજડા મંદિરવાળી ગલીમાં મોડી રાત્રીના સુમારે એક ભંગારના વાડામાં અકસ્માતે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ભંગારના વાડામાં રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, આથી તાબડતોબ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને એક ગાડી પાણીનો મારો ચલાવીને આગને ઠારવાની કામગીરી કરી હતી. અકસ્માતે આગ લાગી હોવાનું અને આગના કારણે અંદાજે ૨૫ થી ૩૦ હજારનું નુકશાન થયાનું ફાયરના સુત્રોએ જણાવ્યુ હતું.