દેવભૂમિ દ્વારકા: કુરંગા-ઓખામઢી ફાયરીંગ રેન્જમાં 6 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા અને ઓખામઢી ખાતે આવેલી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં ફાયરીંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અંગે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, કુરંગા તથા ઓખામઢી ખાતે તા. 6 ઓક્ટોબર સુધી ફાયરીંગ પ્રેક્ટિસ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ફાયરીંગ બટ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.
ફાયરીંગ પ્રેક્ટિસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application