દ્વારકામાં ૮૧.૫૩ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓ પકડાયા
યુએસ-ઇરાન તણાવનો ગેરફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ડીઝલ વેપાર કરનારાઓ સામે કડક કાર્યવાહી.
દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમ દ્વારા સપાટો બોલાવાયો
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા હાલમાં અમેરીકા-ઇરાન વચ્ચે ચાલી રહેલ તણાવપૂર્ણ સ્થિતીને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થયેલ છે જે ભયના કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલની માંગમાં વધારો થતા આ પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવી ડીઝલ, પેટ્રોલનો ગેરકાયદેસર સંગ્રહ, વહન, વેંચાણ કરતા ઇસમો ઉપર નજર રાખવા તથા સઘન ચેકીંગ રાખવા સારૂ કાર્યવાહી કરવા વી.એ. રાણા, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જે અનુસંધાને ગઈ તારીખ.૦૫/૦૪/૨૦૨૬ના એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ડી.એ.વાળા તથા પોલીસ હેડ કોન્સ.. હરદિપસિંહ હેંમતસિંહ જાડેજા, પોલીસ કોન્સ મહાવીરસિંહ બળવંતસિંહ ગોહીલ, પોલીસ કોન્સ પબુભાઇ નાથાભાઇ માયાણી, ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ કિશોરભાઇ બાબાભાઇ ડાંગર સરકારી વાહનમાં ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. હરદિપસિંહ હેમતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. મહાવીરસિંહ બળવંતસિંહ ગોહીલ, પબુભાઇ નાથાભાઈ માયાણી ત્રણેય કર્મચારીઓને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે, દાંતા ગામની ગોલાઈમાં, દીપકભાઈ ચાવડાના ફાર્મ હાઉસની બાજુમાં, પંચરની દુકાનની બાજુમાં દાંતા ગામનો દીગુભા જાડેજા નામનો વ્યક્તિ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો રાખીને હાઈવે રોડ ઉપરથી પસાર થતા વાહનોને ઓછા ભાવે ડીઝલનું વેંચાણ કરે છે.
તે હકીકત આધારે આગળની કાર્યવાહી હાથ ધરી દાંતા ગામની ગોલાઈ, જામનગર-ખંભાળીયા હાઇવે રોડ પાસે ૧. મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા સ.ઓફ રવુભા મનુભા જાડેજા, રહે.દાંતા ગામ વાળો પ્લાસ્ટીકના કેરબા સાથે મળી આવતા તેની પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે, પોતે અલગ અલગ કંપનીઓમાં ચાલતા ટેન્કર ટ્રકમાંથી જે તે ડીઝલની ખરીદી કરનાર કંપનીઓ તેમજ પેટ્રોલપંપની સાથે છેતરપીંડી કરીને પુરતા જથ્થો નહીં પહોંચાળી તેમાંથી ચોરીને ડીઝલનો જથ્થો મેળવે છે અને તે મુજબ ટેન્કર ટ્રકના માલિક રૂષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા, રહે.જામનગર સાથે વાતચીત કરીને તેમના ટેન્કર ટ્રક પાસેથી ચોરી કરીને મેળવેલ ડીઝલમાંથી અડધું ડીઝલ તે ટેન્કર ટ્રકમાં ડીઝલ ટેન્કમાં ભરી દઇને અને અડધું ડીઝલ પોતે પોતાની વાડીએ રાખીને છુટક વેંચાણ કરે છે અને આજરોજ ટેન્કર ટ્રકમાં તે ટેન્કર ટ્રકના માલીક રૂષીરાજસિંહ જાડેજા સાથે થયેલ વાતચીત મુજબ પોતે પોતાની વાડીએથી ડીઝલ ભરીને રૂષીરાજસિંહના ટેન્કરોવાળા ટેન્કર ડ્રાયવરો ૨. હરદેવસિંહ સ.ઓફ વિક્રમસિંહ જીજીભા ચુડાસમા, રહે,દખણાદા બારા, ઢાંઢાવારા વાડી વિસ્તાર. ૩. વિજયસિંહ સ.ઓફ જશુભા મનુભા ચુડાસમા, રહે-દાતા ગામ, દરબાર પાળો, ૪, રાજદિપસિંહ સ.ઓફ ભીખુભા જીજીભા ચુડાસમા, રહે દખણાદા બારા, ઢાંઢાવારા વાડી વિસ્તાર. ૫. ધર્મરાજસિંહ સ.ઓફ જીતુભા મનુભા જાડેજા, રહે.દાતા ગામ, દરબાર પાળો વાળાઓને આપવા માટે આવેલ અને ટેન્કરોમાં ડીઝલ ભરેલ હોવાનું જણાવેલ અને વધુ જથ્થો પોતાની ખેતીની વાડીએ રાખેલ હોવાનું જણાવેલ જેથી મજકૂરની વાડીએ ઝડતી તપાસ કરતા આંબાના ઝાડ નીચેથી ૨૦૦-૨૦૦ લીટર ડીઝલ ભરેલ બેરલ ફૂલ-૦૮ તથા ૨૦-૨૦ લીટર ડીઝલ ભરેલ કેરબા/કેન ફૂલ-૦૫ મળી ફૂલ ડીઝલ લીટર.૧૭૦૦, કિંમત રૂપિયા ૧,૫૩,૦૦૦૦/- નો જથ્થો અનઅધિકૃત રીતેનો મળી આવેલ હતો.
આરોપી નંબર.૧ મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા, રહે.દાંતા વાળાએ પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે કોઇપણ પ્રકારના લાઈસન્સ, પરમીટ-પરવાના વગર ડીઝલનો જથ્થો લીટર.૧૭૦૦ જેની કિંમત રૂપિયા.૧,૫૩,૦૦૦/- નો રાખી તથા આરોપી નંબર.૨ થી ૫ નાઓ ટેન્કર ટ્રકના ડ્રાઈવરોએ ગેરકાયદેસર રીતે ચોરી કરેલ ડીઝલનો જથ્થો અનઅધિકૃત રીતે આર્થિક ફાયદો મેળવવા પોતાના કબજાના ટેન્કર ટ્રકની ઇંધણની ટાંકીમાં ભરેલ તે ફૂલ નંગ-૦૪ ટેન્કર ટ્રક, એક ટેન્કર ટ્રકની કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ) લેખે ચાર ટેન્કર ટ્રકની કુલ કિંમત રૂપિયા.૮૦.૦૦,૦૦૦/- (એંસી લાખ) તથા ડીઝલની હેર-ફેર માટે ઉપયોગમાં લીધેલ ૫૦-૫૦ લીટરના ખાલી કેરબા નંગ-૦૩, ૩૦ લીટરનો ખાલી કેરબો નંગ-૦૧ તમામની કિંમત રૂપિયા.૦૦/૦૦ મળી ફૂલ રૂપિયા.૮૧,૫૩,૦૦૦/- (એક્યાસી લાખ, તેપન હજાર) ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નંબર.૬ અટક કરવા ઉપર બાકી ટેન્કર ટ્રકનો માલીક રૂષીરાજસિંહ રામદેવસિંહ જાડેજા, રહે.જામનગર વાળાઓએ આઈ.ઓ.સી. કંપની સાથે ડીઝલ સપ્લાય કરવાનો કરાર કરી અને ડીઝલની સપ્લાય કરવાની કામગીરી દરમ્યાન ખરીદી કરનાર પેટ્રોલ પંપને પુરતો જથ્થો નહીં પહોંચાડી સપ્લાઇ કંપની તથા પેટ્રોલપંપ ધારકો સાથે વિશ્વાસઘાત કરી પોતાના આર્થિક ફાયદો મેળવવા સારૂ ડીઝલના જથ્થાની ચોરી કરી, કોઈપણ પ્રકારના ડીઝલ વેંચાણ માટેના અધિકૃત પરવાના વગર ગેરકાયદેસર રીતે ડીઝલનું વેંચાણ કરી તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર ડીઝલનો જથ્થો રાખી માનવ જીંદગી જોખમાય તે રીતે જ્વલનશીલ પદાર્થ અંગે બેદરકારી ભર્યું કૃત્ય આચરી એકબીજાને મદદગારી કરતા આરોપીઓ નંબર.૧ થી ૫ નાઓને તારીખ.૦૫/૦૪/૨૦૨૬ના કલાક.૨૦/૧૫ વાગ્યે અટક કરી આ બાબતે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨), ૩૧૬(૩), ૩૧૮(૨), ૬૧(૨), ૨૮૭, ૫૪ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા-૧૯૫૫ની કલમ ૩, ૭ મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ કાર્યવાહી અર્થે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ મુદ્દામાલમાં ૧૭૦૦ લીટર ડીઝલ, ૨૦ લાખની કિંમતના ૫ ટેન્કરનો સમાવેશ થાય છે, ઉપરાંત પકડાયેલ આરોપીઓમાં (૧) મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા મનુભા જાડેજા, ગરાસીયા દરબાર, ઉં.વ.૨૬, ધંધો. ડ્રાઈવિંગ, રહે દાંતા ગામ, દરબાર પાળો, માહી દૂધની ડેરી પાસે, તા.જામ ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, (૨) હરદેવસિંહ વિક્રમસિંહ જીજીભા ચુડાસમા, ગરાસીયા દરબાર, ઉં.વ.૨૬, ધંધો ડ્રાઈવિંગ, રહે.દખણાદા બારા. (૩) વિજયસિંહ જશુભા મનુભા ચુડાસમા, ગરાસીયા દરબાર, ઉ.વ.૨૭, ધંધો.ડ્રાઈવિંગ, રહે.દાતા ગામ, (૪) રાજદિપસિંહ ભીખુભા જીજીભા ચુડાસમા, ગરાસીયા દરબાર, ઉ.વ. ૨૦, ધંધો. ડ્રાઈવિંગ, રહે દખણાદા બારા., (૫) ધર્મરાજસિંહ જીતુભા મનુભા જાડેજા, ગરાસીયા દરબાર, ઉ.વ.૨૩, ધંધો. ડ્રાઈવિંગ, રહે.દાતા ગામ (૬) રૂષીરાજસિંહ રામદેવસિંહ જાડેજા, રહે.જામનગર. (અટક કરવા ઉપર બાકી ) છે.