બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલની મંડી લોકસભા સીટની ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કંગનાને થપ્પડ માર્યા બાદ તે કહી રહી છે કે મારી માતા ખેડૂતોના આંદોલનમાં બેઠી હતી અને કંગનાએ કહ્યું હતું કે આ મહિલાઓ ખાલી 100 રૂપિયા માટે ખેડૂતોના આંદોલનમાં બેઠી છે.
કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર CISFની એક લેડી ગાર્ડે થપ્પડ મારી હતી. CISF ગાર્ડનું નામ કુલવિંદર કૌર છે. કંગનાને થપ્પડ માર્યા બાદ તે વીડિયોમાં કહી રહી છે કે તેણે કંગનાને શા માટે થપ્પડ મારી. કુલવિંદર કૌર ખેડૂતોના આંદોલનનો ઉલ્લેખ કરીને કહી રહી છે કે મારી માતા ખેડૂતોના આંદોલનમાં બેઠી હતી. કંગનાએ નિવેદન આપ્યું હતું કે આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી હતી. આનાથી દુઃખી થઈને તેણે કંગનાને થપ્પડ મારી.
આ ઘટના બાદ કંગના રનૌતની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું કે તે બિલકુલ સુરક્ષિત છે. કંગના રનૌતે તેના નિવેદનમાં કહ્યું, “મને મારા શુભચિંતકો અને મીડિયા તરફથી ઘણા ફોન કોલ્સ આવી રહ્યા છે. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે હું બિલકુલ સુરક્ષિત છું. હું સંપૂર્ણપણે ઠીક છું. ચંદીગઢ એરપોર્ટ પર આજે જે કંઈ પણ થયું તે સિક્યોરિટી ચેકિંગ દરમિયાન થયું કે હું સિક્યોરિટી ચેકમાંથી બહાર આવી કે તરત જ ત્યાં હાજર એક મહિલા સિક્યુરિટી ગાર્ડ મારી તરફ આવી અને મને થપ્પડ મારી. આ પછી તે મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગી. અભિનેત્રીએ આગળ કહ્યું, “આ પછી મેં તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું? તેણીએ કહ્યું કે હું ખેડૂતોના આંદોલનને સમર્થન આપું છું.
2024ની લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતે મંડી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને હરાવીને જીતનો ઝંડો લહેરાવ્યો છે. કંગના ત્યાંથી વિજયી થયા બાદ દિલ્હી આવી રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર તેની સાથે આ ઘટના બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech