દ્વારકાના મકનપુર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે
દ્વારકાના મકનપુર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે
August 11, 2026 01:05 PM
દ્વારકાના મકનપુર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા મળેલ સૂચના અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ જેસાભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મકનપુર ગામની સીમમાં પાણીના ટાંકા પાસેથી દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ રેઇડ દરમિયાન પોલીસે મકનપુર ગામના રેલ્વે ફાટક પાસે રહેતા અને મિસ્ત્રી કામ કરતા જશરાજભા લાલાભા માણેક નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી રોયલ ચેલેન્જ વિસ્કીની ૪ બોટલ અને રોયલ સ્ટેગ વિસ્કીની ૪૮ બોટલ મળી કુલ ૫૨ બોટલ ઈંગ્લીશ દારૂ (કિંમત રૂ. ૬૭,૬૦૦/-) નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ જેશાભાઈ મશરીભાઈ આંબલીયાની ફરિયાદના આધારે ગુનો નોંધી દ્વારકા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.