જામનગર : ધ્રોલના પૂર્વ આચાર્ય બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ એકસથી સન્માનિત
સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઑફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર ખાતે એક અત્યંત પ્રેરણાદાયી, ગૌરવવંત અને ભાવસભર વાતાવરણમાં સી. એચ. શાહ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ સમારોહ ભવ્યતાથી સંપન્ન થયો! શિક્ષણ અને મૂલ્યોની અવિરત સરવાણી વહાવતી આ સંસ્થાના પૂર્વ છાત્રા અને જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય (ધ્રોલ)ના પૂર્વ આચાર્યા વિજયાબેન કરમશીભાઈ બોડા (૧૯૯૦-૯૧ બેચ) ને તેમની અનન્ય શૈક્ષણિક સેવાઓ અને સમર્પણ બદલ રૂા.૨૧,૦૦૦/- ની માનરાશી, સન્માનપત્ર, શાલ તથા મોમેન્ટો અર્પણ કરી પબેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું. વિજયાબેને પોતાના ભાવુક પ્રતિભાવમાં સંસ્થામાંથી મળેલા જીવનમૂલ્યો અને તાલીમને પોતાના કાર્યકાળની સફળતાનો આધાર ગણાવ્યો હતો.
સમારોહના મુખ્ય અતિથિ પદેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ડો. ઉત્પલ જોશી પોતાના સચોટ પ્રાસંગિક ઉદૃબોધનમાં જણાવ્યું કે શિક્ષણનું સાચું કાર્ય બાળકમાં છુપાયેલી શ્રેષ્ઠતાને બહાર લાવવાનું અને રાષ્ટ્ર નિર્માણનું ઘડતર કરવાનું છે. મૈત્રી વિદ્યાપીઠ ટ્રસ્ટના પ્રમુખ અને સમાજરત્ન ચીનુભાઈ હિંમતલાલ શાહ પ્રેરણાદાયી અધ્યક્ષ સ્થાને આ સમગ્ર સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ડો. નિખિલેશભાઈ દેસાઈ, મંત્રી ડો. જયશ્રીબેન દેસાઈ, આલોક માનવ મૈત્રી પરિવારના સભ્યો, વિવિધ સંસ્થાના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન ડો. બળવંતભાઈ વ્યાસ દ્વારા અને આભારવિધિ ઈ.ચા. આચાર્ય ડો. કેતનભાઇ ગોહેલ દ્વારા કરવામાં આવી હતી.