BREAKING NEWS

જામનગર: દરેડ ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારની અટક

  • July 03, 2026 06:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દરેડ ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારની અટક

૧૦ હજારની રોકડ, ૪ મોબાઇલ અને ૩ બાઇક કબ્જે

જામનગર નજીક દરેડ ગામમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા ચાર શખ્સોને ૧૦ હજારની રોકડ સહિત ૧.૩૩ લાખના મુદામાલ સાથે પંચ-બી પોલીસે પકડી લીધા હતા.

દરેડ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડયો હતો જેમાં જુગાર રમતા મુળ પશ્ર્વિમ બંગાળના રતવા ગામના હાલ દરેડ જીઆઇડીસી ફેસ-૨માં રહેતા આઝાદહુશેન મોન્ટુરામ, ૭૨ ખોલી ખાતે રહેતા મહમદશકીલ શેખ શહીદશેખ, દરેડ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા અલીઅખતર અનવરઉલહક શેખ તથા દરેડ ગામમાં રહેતા દિપકકુમાર રાજકુમાર રાય નામના શખ્સોને પકડી લીધા હતા.તેની પાસેથી ૧૦૪૦૦ની રોકડ તથા ચાર મોબાઇલ અને ૩ મોટરસાયકલ મળી કુલ ૧.૩૩.૪૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application