જામનગરના ગુજસીટોક કેસમાં કોર્પોરેટર સહિત ચારને શરતી જામીન
જામનગરમાં નોંધાયેલા ગુજસીટોક (ગુજસીટોક)ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત ચાર આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટના આ હુકમથી આરોપી પક્ષને રાહત મળી છે.
હાઇકોર્ટે જામીન મંજૂર કરેલા આરોપીઓમાં અલ્તાફ ખફી ઉપરાંત ઓસમાણ ખફી, સુફિયાન પટણી અને શાહિદ ઇમ્તિયાઝ ખફીનો સમાવેશ થાય છે.
જામનગર પોલીસે અગાઉ સંગઠિત ગુનાખોરી નિયંત્રણ ધારા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી.
નીચલી અદાલતમાં રાહત નહીં મળતાં ચારેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ સમગ્ર કેસમાં આરોપી તરફથી કરવામાં આવેલી જામીન અરજી પર વિદ્વાન વકીલઓ દ્વારા અસરકારક દલીલો કરવામાં આવી હતી. આ દલીલો બાદ ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી મંજૂર કરી, જેને આ કેસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદા તરીકે જોવામાં આવી રહ્યો છે.
હાઇકોર્ટ સમક્ષ બચાવ પક્ષના વકીલો એડવોકેટ વિરાટ પોપટ અને એડવોકેટ અબરારઅલી એ. ઘોરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ અદાલતે ચારેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application