દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર ગામમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા
દારૂની બોટલો સાથે એક ઝબ્બે : કુલ ૬૬ હજારનો મુદામાલ કબ્જે
ભાણવડ પો.સ્ટે. વિસ્તારના કલ્યાણપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ કુલ-૦૪ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખેલ આરોપી-૦૧ મળી કુલ કિ.૬૬,૮૪૦ના મુદામાલ સાથે ભાણવડ પોલીસે પકડી લીધા હતા.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગાર નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓ દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લા ખાતે પ્રોહીબીશન જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપવામાં આવેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ ખંભાળીયા વિભાગ ખંભાળીયા નાઓએ પ્રોહીબીશન તથા જુગારના ગણના પાત્ર કેશો શોધી કાઢવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ અને ગણના પાત્ર કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ.
ભાણવડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.કે.કોઠીયા એ સ્પેશ્યલ ડ્રાઇવ અનુસંધાને ભાણવડ પો.સ્ટે. ના બીટ/ઓ.પી. સ્ટાફને તથા સર્વેલન્સ સ્ટાફ કર્મચારીઓને પ્રોહી/જુગાર અંગેના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદશન આપેલ જે અનુસંધાને આજરોજ ભાણવડ પો.સ્ટે. એ બીટ સ્ટાફના પીએસઆઇ આર.એચ. સુવા ની સુચના મુજબ પોલીસ કર્મચારી નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સ્ટાફના એ.એસ.આઇ. કિશનભાઇ પરબતભાઇ આંબલીયા તથા પો.હેડ.કોન્સ. ભીખાભાઇ આલાભાઇ વસરા તથા પો.કોન્સ રમેરશભાઇ ધનશ્યામભાઈ માધર તથા હિતેષભાઇ માલદેભાઈ કરમુર નાઓને સયુંકતમાં જુગાર તથા પ્રોહીબીશનની મળેલ હકિકત આધારે ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામમાં નીચે જણાવેલ વિગતે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કાયદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કેશ નં.(૧) કલ્યાણપુર ગામના ગેટ પાસે જાહેરમાં લાઇટના અંજવાળે ગંજી પતાના પાના વડે રોન પોલીસ નામાનો જુગાર રમતા નીચે જણાવેલ નામવાળા કુલ-૦૪ આરોપીઓને રકમ રૂા.૩૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન તથા એક મો.સા મળી કુલ કિ.રૂા.૬૧,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓમાં ડાડુભાઇ મેરામણભાઈ ડાંગર ઉવ.૩૫ ધંધો-ખેતી રહે. કલ્યાણપુર ગામ તા ભાણવડ જી.દેવભુમી દ્વારકા, વિજયભાઇ ભીમાભાઈ ગોજીયા ઉવ.૩૪ ધંધો-ખેતી રહે. મોડપર ગામ તા.ભાણવડ, જેન્તીભાઈ દુદાભાઈ વારંગીયા ઉવ.૩૭ ધંધો-મજુરી રહે. મોડપર, રાજુભાઇ ઉર્ફે માઇકલ ભીખાભાઇ ચાવડા ઉવ ૨૬ ધંધો-ખેતી રહે. મોડપર,
આ ઉપરાંત કલ્યાણપુર ગામ વાડી વિસ્તારમાં આરોપીની ભાગમાં રાખેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાન માંથી રેઇડ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમએલ તથા ૧૮૦ એમએલની કુલ બોટલો નંગ-૧૧ મળી કુલ કી.૫,૩૪૦/- નો મુદામાલ સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીમાં જયદીપભાઇ કીરણભાઈ કછોટ રહે-કલ્યાણપુર ગામ વાડી વિસ્તાર તા-ભાણવડ જી-દેવભુમી દ્વારકા ફરાર જાહેર કર્યો હતો, આમ ભાણવડ પોલીસ સ્ટેશનના કલ્યાણપુર ગામ માંથી અલગ અલગ જગ્યાએ જુગાર તથા પ્રોહીબીશનની રેઇડ કરી કુલ કિ.રૂા.૬૬.૮૪૦/- નો મુદામાલ શોધી કાઢેલ છે.