BREAKING NEWS

જામનગર: દરેડ જીઆઇડીસીમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા ચાર શ્રમિકો દાઝયા

  • July 20, 2026 02:41 PM 

જામનગર: દરેડ જીઆઇડીસીમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા ચાર શ્રમિકો દાઝયા

બે શ્રમિકને ગંભીર ઇજા : સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા 

જામનગરની ભાગોળે આવેલ દરેડ જીઆઇડીસી ભઠ્ઠીમાં કામ કરતી વેળાએ અચાનક બ્લાસ્ટ થતા ચાર શ્રમિકો શરીરે દાજી જતા નાની મોટી ઇજા સબબ તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
​​​​​​​
જાણવા મળતી વિગત મુજબ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બ્રાસ ભઠ્ઠીમાં કામગીરી દરમ્યાન અચાનક ધડાકો થતા ચાર શ્રમિકોને દાજી જવાથી ઇજા પહોચી હતી, બનાવની જાણ થતા ભારે દોડધામ મચી ગઇ હતી અને તાબડતોબ ઇજાગ્રસ્ત શ્રમિકોને જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. હરીઓમ રાજપુત (ઉ.વ.૨૩) રહે. મુળ યુપી તથા નેપાળના પ્રેમ સુનારા (ઉ.વ.૪૦) અને અન્યનો સમાવેશ થાય છે, બનાવની જાણ થતા પંચ-બી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ચાર પૈકી બે મજુરોને વધુ ઇજા પહોચી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application