જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી ૬.૭૦ લાખની છેતરપીંડી
તાજેતરની ફરીયાદ બાદ વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો
તાજેતરમાં વિદેશ મોકલવાના બહાને રકમ અને પાસપોર્ટ લઇ વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ દાખલ થયા બાદ વધુ એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં ૩ સામે ૬.૭૦ લાખની છેતરપીંડી કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
પોરબંદરના રાણાવાવ તાલુકાના આદીત્યાણાના ઇલાબેન ગલાભાઇ જાડેજા (ઉ.વ.૪૦) નામની મહિલા તથા સાહેદોને વિદેશ જવાની આરોપીઓએ લાલચ આપી હતી, દરમ્યાન ફરીયાદી પાસેથી અસલ પાસપોર્ટ અને ા. ૪.૫૦ લાખ તેમજ સાહેદ પાસેથી ૨.૨૦ લાખ લઇ પરત નહી આપી કુલ ૬.૭૦ લાખની રકમ મેળવી ફરીયાદી તેમજ સાહેદ સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હતી.
એપ્રીલ ૨૦૨૫થી આજ સુધીના દિવસ દરમ્યાન આ બનાવ ઢીચડા રોડ કેદારપાર્ક વિસ્તારમાં બન્યાનું જણાવાયુ છે, ઇલાબેન જાડેજા દ્વારા ઉપરોકત વિગતોના આધારે સીટી-સી ડીવીઝનમાં ઢીચડા રોડ, કેદાર પાર્કમાં રહેતા રાજેન્દ્ર મુળ રાજગોર તથા નુરીપાર્ક શેરી નં. ૨માં રહેતા નિઝામ યુસુફ સમા અને રીઝવાનાબેન હમીર સોરા નામના ૩ વ્યકિત વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પીએસઆઇ ચાવડા તપાસ ચલાવી રહયા છે.