જામનગર: રૂ.૮૦ લાખની ઠગાઈ કરવાના કેસમાં તમામ આરોપીઓને જામીન મુકત કરતી સેશન્સ કોર્ટ
મોરબી ખાતે વસવાટ કરતા અને પ્રાઈમ મેટલના નામથી ભાગીદારી પેઢી ચલાવતા ફરીયાદી મીતભાઈ દેવાભાઈ અવાડીયાએ જામનગર પંચકોશી ’બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ કે, તેઓએ જામનગર ખાતે પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ સાથે એગ્રીમેન્ટ કરી અને ૫૦૦૦ કીલો મીલબેરી પ્રકારનો કોપરનો માલ જેની કિંમત ૮૧ લાખની થાય છે, તે વેંચાણ કરેલ અને માલ તેમની પેઢીના ગોડાઉનમાં પહોંચાડેલ અને ઉતરાવેલ ત્યારબાદ આ ફરીયાદી સાથે આરોપી પરેશભાઈ ગોહીલના એગ્રીમેન્ટ મુજબ પેમેન્ટ ન કરતા ફરીયાદીને શંકા થતાં, તપાસ કરતા તેમના સાથે માલ મંગાવી અને ઠગાઈ કરેલ હોવાનું સામે આવેલ અને જે જગ્યાએ માલ ઉતારેલ હતો તે પણ જગ્યા પરેશભાઈ ગોહીલની ન હતી, તે તમામ હકિક્ત સામે આવતા અને તપાસ કરતા આ આરોપી પરેશભાઈએ માલ મંગાવી અને નાણા ન આપી અને માલ બિલ વગર જામનગર ખાતે આવેલ આરોપી દેવેન્દ્રસીંહ અને જયરાજસીહને વેંચાણ કરી નાખેલ છે અને તેઓને આરોપી વિનોદકુમાર બાહેંદીયાને વેંચાણ કરી નાખેલ અને સંજયસીંહ ઝાલાએ ગોપાલભાઈ તરીકે ખોટું નામ ધારણ કરી અને ફરીયાદી સાથે વાતચીત કરેલ હતી અને જયાં માલ ઉતારવામાં આવેલ હતો તે જગ્યા દેવીસીંહ ખેમસીંગ ખરવડ વાળાઓ પાસે એક દીવસનું મોટું ભાડુ આપવાની લાલચે દલાલ અબ્દુલ હાફીસ અલારખા અખાણીએ રખાવેલ, આમ આ તમામે પડયંત્ર કરી અને ફરીયાદી પેઢી પાસેથી ૮૧ લાખનો માલ આ રીતે પડાવી લેવા અંગે ગુનો દાખલ થયેલ.
તે ફરીયાદમાં જણાવેલ પાંચ આરોપીઓની અટક થઈ ગયેલ, જેથી આરોપીઓએ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરેલ, તેમાં ફરીયાદ પક્ષે તથા સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ, તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી તમામને સેશન્સ અદાલતે જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application