BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: અગ્નિવીરમાં મેડીકલની પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી યુવાન સાથે છેતરપિંડી

  • July 08, 2026 06:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: અગ્નિવીરમાં મેડીકલની પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી યુવાન સાથે છેતરપિંડી

કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામે રહેતા દિવ્યેશભાઈ દુલાભાઈ ગોરાણીયા નામના ૨૧ વર્ષના યુવાનને આર્મીમાં ભરતી થવું હોય અને આર્મી માટે મહત્વની એવી અગ્નિવીરની મેડિકલ પરીક્ષામાં પાસ થવું અનિવાર્ય હોવાથી તેમને કેટલાક શખ્સોનો ભેટો થયો હતો.
દિવ્યેશ ગોરાણીયાને અગ્નિવીર આર્મીની મેડિકલ પરીક્ષામાં પાસ કરાવી આપવાનું કહી અને રાજસ્થાન રાજ્યના શિકર વિસ્તારમાં રહેતા નરેશકુમાર રાનવા અને નવરંગ રાનવા સાથે જુનાગઢ ખાતે રહેતા રાહુલ જાગરા નામના ત્રણ શખ્સોનો સંપર્ક થયો હતો. આ આરોપીઓએ દિવ્યેશભાઈને ઉપરોક્ત પરીક્ષામાં પાસ કરાવી આપવાનું કહી, યેનકેન રીતે ૮૪ હજારની રકમ પડાવી લીધી હોવાનું જાહેર થયું છે.
​​​​​​​
આને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application