વિશ્વવિખ્યાત ફ્રીસ્ટાઇલ ફૂટબોલર જેમી નાઈટ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા
પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત ફ્રીસ્ટાઇલ ફૂટબોલર જેમી નાઈટ નું ફરી એકવાર ઉત્સાહભેર સ્વાગત કર્યું. જેમી નાઈટ વિશ્વના ટોચના દસ ફ્રીસ્ટાઇલ ફૂટબોલ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે અને અનેક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાના નામે કરી ચૂક્યા છે.
ભારતની તેમની આ આઠમી મુલાકાત દરમિયાન, જેમી 'પોદાર એજ્યુકેશન નેટવર્ક' ની રમતગમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પહેલના ભાગરૂપે, પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, જામનગર ખાતે એક વિશેષ વર્કશોપ યોજી રહ્યા છે. આ સત્રનો ઉદ્દેશ્ય રમતગમતમાં સર્જનાત્મકતા, એકાગ્રતા અને જુસ્સા દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો હતો.
જેમી વિશ્વભરમાં ફૂટબોલ પરના તેમના અસાધારણ નિયંત્રણ અને મુખ્ય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથેના સહયોગ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તેમણે UEFA EURO 2020 માટે અને 2017 અને 2018 માં UEFA ચેમ્પિયન્સ લીગ ફાઇનલ્સમાં સત્તાવાર વૈશ્વિક માસ્કોટ તરીકે પ્રદર્શન કર્યું છે,જેના કારણે તેમને વિશ્વભરના દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓ તરફથી પ્રશંસા અને ઓળખ મળી છે. તેમના ગુરુત્વાકર્ષણને પડકારતી તેમની કરતબો અને અત્યંત સચોટ કૌશલ્યથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પોતાના અનુભવ વિશે વાત કરતાં જેમી નાઈટે જણાવ્યું: “ભારતમાં ફરી પાછા આવવું અને વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, કૌશલ્ય તથા સર્જનાત્મકતામાં થયેલો વિકાસ જોવો એ હંમેશા આનંદદાયક હોય છે. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ અદ્વિતીય છે, અને હું તેમની ઊર્જા તથા પ્રતિભાથી સતત પ્રેરણા મેળવતો રહું છું.”
પોદાર એજ્યુકેશન નેટવર્કના ડિરેક્ટર હર્ષ પોદારે જણાવ્યું: “અમે ભાગ્યશાળી છીએ કે અમને જેમી નાઈટ ને અનેક વખત આવકારવાની તક મળી છે, અને તેમની દરેક મુલાકાત અમારા વિદ્યાર્થીઓ પર ઊંડી છાપ છોડી જાય છે. તેમના વર્કશોપ્સ માત્ર ફૂટબોલ જ નથી શીખવતા, પરંતુ શિસ્ત, એકાગ્રતા અને દૃઢતા જેવા ગુણો પણ કેળવે છે. પોદારમાં, અમે માનીએ છીએ કે આવા અનુભવો વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા અને પાઠ્યપુસ્તકોની સીમાઓથી બહાર જઈને કંઈક નવું શીખવા માટે પ્રેરિત કરે છે.”
જેમી ના મતે, ફ્રીસ્ટાઇલ ફૂટબોલ શારીરિક અને માનસિક શક્તિ, બંનેનો વિકાસ કરે છે તથા સતત શીખતા રહેવાની અને પોતાની ક્ષમતાઓને વધુ નિખારવાની માનસિકતા ને પ્રોત્સાહન આપે છે. આ એવા મૂલ્યો પોદાર એજ્યુકેશન નેટવર્કની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.
૯૯ વર્ષના ગૌરવશાળી વારસા સાથે 'પોદાર એજ્યુકેશન નેટવર્ક' સમગ્ર ભારતમાં પોતાના વિદ્યાર્થીઓ માટે વિશ્વસ્તરીય તકો ઉપલબ્ધ કરાવવાનું કાર્ય ચાલુ રાખી રહ્યું છે. શૈક્ષણિક અભ્યાસ, રમતગમત અને કળાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા દ્વારા સંસ્થા સર્વાંગી વિકાસ ધરાવતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા વ્યક્તિઓનું ઘડતર કરી રહ્યું છે.
'પોદાર એજ્યુકેશન નેટવર્ક' વિશે:
શેઠ આનંદીલાલ પોદાર દ્વારા ૧૯૨૭ માં સ્થાપિત આ શૈક્ષણિક નેટવર્કના પ્રથમ અધ્યક્ષ મહાત્મા ગાંધીજી હતા, જેઓ આનંદીલાલ પોદાર ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ પણ હતા. આ નેટવર્ક પ્રામાણિકતા, સેવા અને શ્રેષ્ઠતાનાં મૂલ્યોને સમર્પિત છે.
આજે ૧૬૫ થી વધુ શાળાઓ અને ૨,૭૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે 'પોદાર એજ્યુકેશન નેટવર્ક' શિક્ષણ ક્ષેત્રે ભારતના સૌથી વિશ્વસનીય નામોમાંનું એક છે.