BREAKING NEWS

ખંભાળીયા-દ્વારકા હાઇવે પર વાડીમાંથી જુગારનો અખાડો ઝડપાયો

  • September 02, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા-દ્વારકા હાઇવે પર વાડીમાંથી જુગારનો અખાડો ઝડપાયો

૮ શખ્સો ઝબ્બે : ૪.૯૦ લાખની રોકડ સહિત ૬.૪૦ લાખનો મુદામાલ કબ્જે લેતી એલસીબી 

ખંભાળીયા-દ્વારકા હાઇવે ખોડીયાર ફુડ ઝોન નામની હોટલ પાછળ આવેલ વાડીમાંથી જુગારનો અખાડો એલસીબી દ્વારકાએ પકડી પાડયો છે, આઠ શખ્સોની કુલ ૬.૪૦ લાખના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ શ્રાવણ મહિનાના તહેવાર અનુસંધાને જુગાર જેવી અસામાજિક પ્રવૃતી કરતા ઇસમો ઉપર સખ્તાઇથી કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી તથા પોલીસ સબ ઇન્સ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ઉપરોક્ત બાબતે કાર્યરત હતા.

ગત રાત્રીના પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલસીબીના કિશોરભાઇ નંદાણીયા, ડાડભાઈ જોગલ તથા ખીમાભાઇ કરમુર નાઓને અગાઉથી સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, ગોવિંદભાઇ મરૂભાઇ લગારીયા રહે. વીરપર ગામ તા.કલ્યાણપુર વાળા ખંભાળીયા-દ્વારકા હાઇવે પર આવેલ ખોડીયાર દફુડ ઝોન નામની હોટલ પાછળ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં આવેલ મકાને તેના અંગત ફાયદા સારૂ બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી લાઇટ પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી, ગંજીપત્તાના પાના તથા પૈસા વતી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ નામવાળાઓને અખાડામાં જુગાર રમતા ગોવિંદભાઇ મુરૂભાઇ લગારીયા રહે. વીરપર ગામ, તા. કલ્યાણપુર, પરબતભાઇ કરશનભાઇ ખુંટી રહે. નાના આસોટા ગામ, કેશુરભાઇ અરજણભાઇ જોગલ રહે. વીરપર ગામ, ગોગનભાઇ વીરાભાઈ ગોજીયા રહે. કેશવપુર ગામ, શીવમંદિરની પાછળ, રાકેશભાઇ લખુભાઇ નકુમ રહે. ગઢકા ગામ, વાડી વિસ્તાર,  મારખીભાઇ પાલાભાઇ વશરા રહે. બાકોડી ગામ, સમર્પણ સ્કુલની બાજુમા, કપીલભાઇ કરશનભાઇ ભાટુ રહે. વ્રજધામ સોસાયટી, જકાત નાકા પાસે, જામનગર, ભીમસીભાઇ લખુભાઇ કરંગીયા રહે. મોટા આસોટા ગામ તા.કલ્યાણપુરને પકડી લીધા હતા. 
દરોડા દરમ્યાન પોલીસે રોકડા ૪,૯૦ લાખ તથા ૬ મોબાઇલ મળી કુલ ૬.૪૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો દરોડાના પગલે વાડી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application