BREAKING NEWS

ખંભાળિયાના ખામનાથ પાર્કમાં ધમધમતા જુગારના અખાડામાંથી છ શખ્સો ઝબ્બે

  • September 21, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ખામનાથ પાર્કમાં ધમધમતા જુગારના અખાડામાંથી છ શખ્સો ઝબ્બે

ભોગાત ગામેથી જુગાર રમતા મહિલાઓ સહિત ચારની અટકાયત

ખંભાળિયાના પોરબંદર રોડ ઉપર આવેલા ખામનાથ પાર્ક ૨ વિસ્તારમાં રહેતા મૂળજી ઉર્ફે મુકેશ નારણભાઈ જોડ નામના ૪૬ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી એલ.સી.બી. પોલીસને મળતા આ સ્થળેથી એલસીબીની ટીમે જુગાર દરોડો પાડ્યો હતો.
​​​​​​​
આ સ્થળેથી પોલીસે મુળજી ઉર્ફે મુકેશ નારણભાઈ, હિરેન દેવાભાઈ વઘોરા, વિનુ ખીમાભાઈ જોડ, કનુ ભીખુભાઈ ગોહિલ દીપક ખેરાભાઈ વઘોરા અને મનસુખ લાલજીભાઈ ડગરા નામના છ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. ૬૩,૫૦૦ ની રોકડ રકમ તથા રૂ. ૩૦,૦૦૦ ની કિંમતના ૪ નંગ મોબાઈલ ફોન રૂપિયા ૪૦ હજારની કિંમતના બે મોટરસાયકલ વિગેરે મળી, કુલ રૂ. ૧,૩૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
​​​​​​​
કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં ભોગાત ગામના વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખુ ડાડાભાઈ મુન, અરવિંદ કરમણભાઈ મુન, માલીબેન લાખાભાઈ લુણા અને હિરબાઈબેન માયાભાઈ લુણા નામના ચાર વ્યક્તિઓને રૂ. ૧,૪૮૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application