જામનગરના ન્યુ સાધના કોલોની વિસ્તારમાં સિકકો ઉછાળીને કાટ-છાપનો જુગાર રમતા ૧૩ શખ્સોને ૩૪ હજારની રોકડ સાથે પકડી લીધા હતા.
ન્યુ સાધના કોલોની બ્લોક નં. એમ/૫૩ નજીક ખુણા પાસે જાહેરમાં રૂપીયાનો સિકકો ઉછાળીને કાટ-છાપ બોલી કેટલાક શખ્સો જુગાર રમતા હોય જેના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને જુગાર રમતા દિ.પ્લોટ-૩૨, નહેરના કાંઠે રહેતા ઇમરાન ઉર્ફે મની બસીર બ્લોચ, દરેડની દ્વારકેશ સોસાયટી ખાતે રહેતા દિપ હિતેશ નંદા, હિતેશ પ્રભુ નંદા, આશીર્વાદીપ-૪ ખાતે રહેતા ભુપત ભયલાલ ચાંદ્રા, નિલકંઠનગરના ઇમરાન ઉર્ફે ઇભુડો ગફાર ખફી, નાનકપુરી રાવલવાસના તુષાર કેતન શેઠીયા, શંકરટેકરીના શાહહુસેન ઉર્ફે ઇમરાન અલારખા ખફી, ન્યુ હર્ષદમીલની ચાલીના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રાધે પ્રફુલસિંહ ચૌહાણ, આલાપ સોસાયટી એવન્યુ ખાતે રહેતા શામજી રાજા શિયાળ, બેઠક પાસે શ્યામગ્રીન ખાતે રહેતા અજય લક્ષમણ પરમાર, ભીમવાસના રવિ મગન ચૌહાણ, હર્ષદમીલની ચાલી ખાતે રહેતા રવિ આરમુગમ મોદલીયાર અને સાધના કોલોનીના અનિલ સોમા ચાવડાને પકડી લીધા હતા. તેની પાસેથી રોકડા ૩૪૨૫૦ મળી આવ્યા હતા.