BREAKING NEWS

લાખના બંગલા નજીક ફલેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ૧૨ ઝડપાયા

  • October 18, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીગ્રામ પોલીસે બે જુગાર દરોડામાં નવ મહિલાઓ સહિત ૧૯ શખસોને ઝડપી લીધા હતા. જેમાં લાખના બંગલા પાસે આવેલ ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ૧૨ શખસોને ઝડપી લઇ મોબાઈલ, વાહન, રોકડ સહિત કુલ રૂ.૨,૨૨,૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર બીજા દરોડામાં ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર પાસે મેલડી માતાજીના મંદિરથી આગળ ચોકમાં જુગાર રમતા છ મહિલા સહિત સાત શખસોને પકડી રૂ. ૪,૧૫૦ ની રોકડ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.આર. મેઘાણીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ.વી. જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લાખના બંગલા પાસે આવેલ બંસી કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૩ માં અમુક શખસો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા અહીં જુગાર રમતા ૩ મહિલા સહિત ૧૨ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં મકાન માલિક દિવ્યાબેન વિજયભાઈ દેવડા, અશ્વિન હસમુખભાઈ બતીયા(રહે ગાયત્રીધામ સોસાયટી), હિતેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા (રહે કાંગસિયારી ગામ), ઈકબાલ કાસમભાઈ બુકેરા (રહે રસુલપરા), મોહસીન રજાકભાઈ બુખારી (રહે રૈયા રોડ રજાનગર), રવિન્દ્રસિંહ અશોકસિંહ પરમાર (રહે રૈયા રોડ), બસીર ઓસમાણભાઈ ફકીર (રહે રવેચીનગર), મેહુલ રોહિતભાઈ દેસાણી (રહે ચુનારવાડ ચોક), આસિફ ગુલાબહુસેન નાગાણી(રહે જંગલેશ્વર), જોસનાબેન છગનભાઈ ચંદારાણા (રહે ગાયત્રીધામ સોસાયટી), જ્યોતિબેન દિલીપભાઈ ભટ્ટ (રહે વેલનાથ ચોક ગાંધીગ્રામ) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ, મોબાઈલ ફોન, પાંચ વાહન સહિત કુલ રૂ.૨,૨૨,૪૫૦ નો મુદામાલ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


જુગારના બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર મેલડી માતાજીના મંદિરથી આગળ ચોકમાં જુગાર રમતા ગીતાબેન અરવિંદભાઈ મકવાણા, બેનાબેન રાહુલભાઈ દતાણી, સુશીલાબેન પપ્પુભાઈ બેવાસી, રૂકસરબેન શરીફભાઈ પમા, હેતલબેન હિતેશભાઈ અનેવાળીયા, હિતેશભાઈ જેન્તીભાઈ અનેવાળીયા(રહે તમામ ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં )નીતુબેન મુકેશભાઈ સંચાણિયા(રહે કુબલીયા પરા) ને પકડી પાડી પટમાંથી રૂ.૪૧૫૦ રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.


આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ.રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી,સહદેવસિંહ જાડેજા,ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરભાઇ મલેક કોન્સ. મુકેશભાઇ સબાડ, રઘુવિરસીંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, શિલ્પાબેન વિઝંવાડીયા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application